Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

બેંગ્કોકથી પતાયા સુધી બધુ જ બંધ

થાઇલેન્ડના મસાજ પાર્લર-નાઇટ કલબો બંધ થઇ ગઇઃ સેકસ વર્કર્સ નવરીધુપઃ ૩ લાખ બેકાર

બેંગ્કોકો, તા.૬: કોરોના વાયરસની અસર સમગ્ર વિશ્વના બિઝનેસ પર પડી છે. પાર્ટી માટે પ્રખ્યાત થાઈલેન્ડ પણ હવે સૂમસામ જોવા મળી રહ્યું છે. બેંગકોકથી લઈને પતાયા સુધીના નાઈટ કલબ અને મસાજ પાર્લર બંધ થઈ ગયા છે. ટૂરિસ્ટ્સ નથી આવી રહ્યા અને હવે ત્યાંની સેકસ વર્કર્સને દ્યર ચલાવવા માટે પૈસાની તંગી નડી રહી છે. એક આંકડા મુજબ આ મહામારીના કારણે લગભગ ૩,૦૦,૦૦૦ સેકસ વર્કર્સ બેરોજગાર થઈ ગઈ છે. હવે તેઓ કામ શોધવા માટે રસ્તા પર આવવા મજબૂર બની છે.

સેકસ વર્કરે જણાવ્યું કે અમને વાયરસનો ડર છે પણ દ્યરનું ભાડું ભરવા અને ભોજનની વ્યવસ્થા કરવા માટે કસ્ટમર શોધવા પણ જરૂરી છે. થાઈલેન્ડમાં બાર અને રેસ્ટોરન્ટ દ્યણાં દિવસ પહેલા જ બંધ કરવામાં આવ્યા હતા અને હવે રાત્રે ૧૦ વાગ્યાથી લઈને સવારે ૪ વાગ્યા સુધી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.

સામાન્યપણે સેકસ વર્કર્સ બારમાં કામ કરતી હતી અને પછી કસ્ટમર્સ સાથે જતી રહેતી હતી. પણ હવે બાર બંધ થઈ ગયા છે તો હવે કસ્ટમર્સની રાહ જોવા માટે તેઓને રસ્તા પર નીકળવું પડે છે. એક સેકસ વર્કરે જણાવ્યું કે જયાં પહેલા દર અઠવાડિયે ૩૦૦-૬૦૦ ડોલર મળતા હતા તે આવક હવે બંધ થઈ ગઈ છે.

તે દેશની સરકાર ૩ મહિના સુધી બેરોજગાર થયેલા લોકોને ભથ્થું આપશે પણ સેકસ વર્ક તો ઔપચારિક રીતે રોજગાર નથી. માટે તેઓને આ ફાયદો મળશે નહીં. એમ્પાવર ફાઉન્ડેશન નામના ગ્રૂપે સરકારને અપીલ કરી છે કે સેકસ વર્કર્સની મદદ કરવામાં આવે.(૨૩.૩)

 

(10:14 am IST)