Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

કોરોનાથી બચવા લોકડાઉન કેટલુ જરૂરીઃ યુરોપમાં બચી ગઈ ૫૯૦૦૦ જિંદગીઓ

કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે લોકડાઉન સફળ રહ્યું છે, જેના માધ્યમથી ઈટલીમાં ૩૮ હજાર લોકોના જીવ બચાવી શકયા છીએ

લંડન, તા.૬: કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે લોકડાઉન વિશ્વભરમાં સફળ સાબિત થઈ રહ્યું છે. એક સંશોધન રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જોઈએ તો, લોકડાઉનના કારણે ફકત યુરોપમાં જ લગભગ ૫૯ હજાર જિંદગી બચી ગઈ છે. લંડનના ઈંપીરિયલ કોલેજમાં આ રિસર્ચ થયું છે, જે એ વાતની સાબિતી થઈ છે કે, કોરોના વાયરસથી બચવા માટે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેંસિંગ અતિ જરૂરી છે.

ઈંપીરિયલ કોલેજની એક ટીમના સંશોધનમાં નીલ ફર્ગ્યુસન પણ સામેલ હતા, તેમણે બ્રિટીશ સરકારને કોરોના વાયરસથી બચવા માટે મદદ કરી હતી. નીલ ફર્ગયુસન અને સમીર ભટ્ટે પોતાના સંશોધનના પરિણામે જણાવ્યું હતું કે, લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેંસિંહના કારણે ૧૧ દેશના લગભગ ૧૦ હજાર લોકોની જિંદગીઓ બચાવી શકયા છીએ. આ દેશોમાં કોરોનાથી બચવા માટે શાળા અને કોલેજો બંધ કરી દેવામાં આવી હતી. લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા, ભીડ એકઠી થવા પર પ્રતિબંધ લગાવી દીધો, તથા રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન કરી નાખ્યું જેના કારણે હજારો જીંદગી બચી ગઈ.

આ સંશોધનમાં જણાવ્યા અનુસાર કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે લોકડાઉન સફળ રહ્યું છે. જેના માધ્યમથી ઈટલીમાં ૩૮ હજાર લોકોના જીવ બચાવી શકયા છીએ. આવી રીતે સ્પેનમાં પણ ૧૬ હજાર લોકોના જીવ બચાવી શકયા છીએ. તેમણે કહ્યું હતું કે, ખાતરીપૂર્વક કહેવું ઉતાવળ હશે, પણ હા એટલી ચોક્કસ વાત છે કે, લોકડાઉનના કારણે કોરોનાનો ફેલાતો રોકી શકયા છીએ.

આ જ મોડલથી ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, ડેનમાર્ક, ફ્રાંસ, જર્મની, નોર્વે, સ્વીડેન, સ્વિટરઝરલેન્ડ અને યુકે જેવા દેશમાં ૧૨ અને ૧૪ માર્ચના રોજ પ્રતિબંધ લગાવ્યો હતો. જે દેશમાં કોરોના વાયરસના સંક્રમણને લઈ સંશોધન થયા છે તેમાં કુલ વસ્તીના ૪.૯ ટકા લોકોમાં જ કોરોના ફેલાયો છે. ઈટલી અને સ્પેનમાં સૌથી વધારે કોરોના ફેલાયો છે, જયારે જર્મની અને નોર્વેમાં સૌથી ઓછુ સંક્રમણ થયું છે.

(10:10 am IST)