Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

કોરોનાને ધુણતો અટકાવવા સરકારે ઘડયો પ્લાન

સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ ઉપર કોરોના સામેની લડાઇની રણનીતિ જાહેર કરાઇ : કુલ ૭ પ્રકારના પગલા : સૌથી અસરગ્રસ્ત વિસ્તારોને ૧ મહિનો સીલ કરી દેવાશે : જ્યાં કોઇ કેસ નથી ત્યાં પ્રતિબંધો હટાવાશે : ૨૦ પાનાના દસ્તાવેજમાં અનેકવિધ ઉપાયો

નવી દિલ્હી તા. ૬: કોરોના વાયરસને ખતમ કરવા માટે દુનિયાભરના દેશો માટે સૌથી મોટો પડકાર છે. ભારતએ પણ તેના સંક્રમણને રોકવા માટે ૨૧ દિવસ માટે લોકડાઉન લાગુ છે. તેમ છતાંય કોરોના પોઝિટિવ (COVID-19) દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સાથોસાથ મોતનો આંકડો પણ દરરોજ વધી રહ્યો છે. ૨૨ માર્ચથી અત્યાર સુધી ત્રણ ગણા કેસ થઈ ગયા છે. એવામાં મોદી સરકારે આ વાયરસનો સામનો કરવા માટે ખાસ પ્લાન તૈયાર કર્યો છે. સરકારની રણનીતિને મંત્રાલયની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. આવી એક નજર નાખીએ આ ૨૦ પાનાઓમાં સરકારે કોરોનાને ખતમ કરવા માટે કેવા પ્રકારનો પ્લાન તૈયાર કર્યો છે.

૧. આ રણનીતિ હેઠળ સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોને પૂરી રીતે બફર ઝોન બનાવીને લીસ કરવામાં આવશે. એવા વિસ્તારોને લગભગ એક મહિના સુધી સમગ્રપણે બંધ રાખવામાં આવશે. અહીં કોઈને પણ આવવા-જવા પર પ્રતિબંધ હશે.

૨. જે વિસ્તારોમાં કોરોનાના દર્દી હશે ત્યાં સ્કૂલ, કોલેજ અને ઓફિસને બંધ રાખવામાં આવશે. સાથોસાથ અહીં પ્રાઇવેટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટને ચલાવવાની મંજૂરી પણ નહીં હોય. માત્ર જરૂરી સેવાઓને ચાલુ કરવામાં આવશે.

૩. એવા વિસ્તારોથી તમામ પ્રતિબંધ હટાવવામાં આવશે જયાં કોઈ કોરોનાનો નવા દર્દી ન મળ્યા હોય. તેના માટે શરત એ રાખવામાં આવી છે કે છેલ્લો પોઝિટિવ કેસ મળ્યાના ચાર સપ્તાહ બાદ તમામ પ્રતિબંધો ખતમ કરી દેવામાં આવશે.

૪. કોરોનાના તમામ દર્દીઓને હોસ્પિટલથી આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવશે. આ એ હોસ્પિટલ હશે જેને ખાસ કરીને કોરોના માટે તૈયાર કરવામાં આવશે.

૫. કોરોનાના દર્દીઓને હોસ્પિટલથી  આપવા માટે પણ ગાઇડલાઇન્સ તૈયાર કરવામાં આવી છે. તેમાં કોઈ પણ દર્દીને ત્યારે હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવશે જયારે તેમના બે સેમ્પલ નેગેટિવ આવી જાય. આ ઉપરાંત ઓછા લક્ષણવાળા દર્દીઓને સ્ટેડિયમમાં રાખવામાં આવશે. થોડા વધુ લક્ષણવાળા દર્દીઓને હોસ્પિટલમાં રાખવામાં આવશે. જયારે વધુ ગંભીર દર્દીઓને મોટી અને સ્પેશલ હોસ્પિટલમાં મોકલાવમાં આવશે.

૬. ઇન્ફુએન્જા જેવી બીમારીના મામલાની તપાસ સ્વાસ્થ્ય કેન્દ્રો પર કરવામાં આવશે. કોઈ પણ પ્રકારની વધારાને નજર રાખવામાં આવશે અને વધારાની તપાસ માટે તેને સર્વેલન્સ ઓફિસર કે સીએમઓની જાણકારીમાં લાવવામાં આવશે.

૭. સરકાર કોરોનાની તપાસની સંખ્યાને પણ સતત વધારવાની તૈયારીમાં છે. સૂત્રો મુજબ, સરકાર પહેલા જ તેના માટે ૫૦ લાખ રેપિડ કિટ માટે ઓર્ડર આપી ચૂકી છે.

(9:29 am IST)