Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ડોલરની સામે રૂપિયો હજુ વધુ ઘટશે : બજારમાં સમય ઘટ્યો

ફોરેક્સ, બોન્ડ, અન્ય બજારોમાં સમય ઘટ્યો : ઉથલપાથલ રોકવા ફોરેક્સ માર્કેટમાં ટાઈમિંગ ઘટાડાયો

મુંબઈ, તા. ૫ : આરબીઆઈની પોલિસી જાહેર કરવામાં આવ્યા બાદ ડોલર સામે રૂપિયામાં પણ ઉતારચઢાવની સ્થિતિ જોવા મફ્રી શકે છે. આરબીઆઈની પોલિસીમાં રેટમાં કાપ મુક્યા બાદ કેટલાક અંશે રિકવરી કર્યા પછી રૂપિયામાં ફરીવાર ઘટાડો થઇ શકે છે. ડોલર ઇન્ડેક્સમાં નવેસરથી મજબૂતી દેખાઈ રહી છે જેના પરિણામ સ્વરુપે ઇક્વિટીમાંથી નાણા પ્રવાહ પરત ખેંચવાનો દોર જારી રહેશે. આવી સ્થિતિમાં કરન્સીમાં વધુ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. ઉથલપાથલને રોકવા માટે ફોરેક્સ માર્કેટમાં કારોબારનો સમય ઘટાડી દેવામાં આવ્યો છે. હવેથી એકંદરે ટ્રેન્ડનો ગાફ્રો ઓછા સમય માટે દેખાશે. ફોરેક્સ, બોન્ડ અને અન્ય તમામ બજારોમાં ગાફ્રો ઘટાડો દેવામાં આવ્યો છે. કોરોના વાયરસની સ્થિતિ વણસી રહી છે ત્યારે આરબીઆઈએ કારોબારનો સમય ઘટાડી દીધો છે.

          આના ભાગરુપે ૭મી એપ્રિલથી લઇને ૧૭મી એપ્રિલ દરમિયાન ગાફ્રો ઓછો રહેશે. સામાન્યરીતે બોન્ડ, કરન્સી માર્કેટ અને ફોરેક્સ માર્કેટમાં સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી કારોબાર ચાલે છે. વેપાર સાથે સંબંધિત ઘટનાક્રમ ઉપર આધારિત આ કારોબાર રહે છે. દાખલા તરીકે સરકારી સિક્યુરિટીમાં રેપો સવારે નવ વાગ્યાથી ૨.૩૦ વાગ્યા સુધી ઉપલબ્ધ રહે છે જ્યારે કોર્પોરેટ બોન્ડમાં રેપોનો ઉપયોગ સાંજે છ વાગ્યા સુધી કરવામાં આવે છે. હવે દરેક બાબત અને કારોબાર બપોરે બે વાગે બંધ થશે. તેની વેબસાઈટ ઉપર આરબીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોરોના પરિણામ સ્વરુપે આ અભૂતપૂર્વ સ્થિતિ સર્જાઈ છે. જરૂરી લોકડાઉન, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. આજ કારણસર ઘરેથી વ્યવસ્થા કામ કરવાની કરવામાં આવી રહી છે. જેના કારણે હાલમાં કલાકો ઘટાડવામાં આવ્યા છે.

 

(12:00 am IST)