Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ગુજરાત : કોરોનાના વધુ ૨૧ કેસ સપાટીએ, સંખ્યા વધી ૧૨૯ થઇ

અમદાવાદમાં વધુ આઠ કેસ સાથે કેસોની સંખ્યા ૫૩ પર પહોંચી : ગુજરાતમાં પણ કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થતાં તંત્ર વધુ સક્રિય નવા કેસ પૈકી ૧૦ના પ્રત્યક્ષ અથવા પરોક્ષરીતે દિલ્હી મરકઝની સાથે સંબંધો

અમદાવાદ, તા.૫ : ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. સાવચેતીના તમામ પગલા અને લોકડાઉનની સ્થિતિ હોવા છતાં નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૧થી પણ વધુ નવા કેસો સપાટી ઉપર આવ્યા છે જેમાં અમદાવાદમાં ૮ નવા કેસો સપાટી ઉપર આવ્યા છે. આની સાથે જ અમદાવાદમાં કુલ કેસોની સંખ્યા વધીને ૫૩ ઉપર પહોંચી છે જ્યારે ગુજરાતમાં કુલ કેસોની સંખ્યા વધીને ૧૨૯ ઉપર પહોંચી છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ એકનું મોત પણ થયું છે. કેસોની સંખ્યામાં વધારા વચ્ચે આજે પણ લેવામાં આવેલા પગલા અંગે માહિતી આપવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ જ્યંતિ રવિએ કહ્યું હતું કે, કુલ નવા ૨૧ કેસો પૈકી ૧૦નો સંબંધ ગયા મહિને દિલ્હીના નિઝામુદ્દીન તબલીગી જમાતના ધાર્મિક આયોજન સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષરીતે રહેલો છે. સુરતમાં ૬૧ વર્ષીય મહિલાનું મોત થયું છે. આની સાથે જ રાજ્યમાં કોવિડ-૧૯થી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૧૧ ઉપર પહોંચી છે.  ખતરનાક વધારતો જાય છે અને રીતસરનો હાહાકાર મચાવી રહ્યો છે, રાજયમાં આજે એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ ૨૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગર અને સુરતમાં આજે એક-એક પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.

            આ સાથે જ રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો ૧૨૯ પહોંચ્યો છે. જેમાં અમદાવાદમાં નવા આઠ કેસો સાથે કુલ કેસની સંખ્યા ૫૩ની થઇ છે. અત્યારસુધીમાં રાજયમાં કોરોના પોઝિટિવના કુલ ૧૧ દર્દીના મોત થઈ ચૂક્યા છે. તેમાં પણ પહેલા ૧૦ દિવસમાં ૫૫ પોઝિટિવ કેસ નોંધાયા હતા અને ૪ના મોત થયા હતા. હાલ રાજ્યના ૩૩ જિલ્લામાંથી કુલ ૧૩ જિલ્લામાં કોરોના પહોંચી ગયો છે. આ પહેલા રાજ્યમાં તા.૧૯ માર્ચે બે પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. આ ૧૮ દિવસ દરમિયાન સૌથી વધુ ૧૬ કેસ આજે તા.૫ મી એપ્રિલે નોંધાયા છે. ગુજરાતમાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસો પાછળ વિદેશી પ્રવાસીઓ કરતા લોકલ ટ્રાન્સમિશન વધવા લાગ્યું છે, જે ઘણી જ ગંભીર અને ચિંતાજનક બાબત છે. હાલ રાજ્યના ૩૩માંમાંથી કુલ ૧૩ જિલ્લામાં કોરોના પહોંચી ગયો છે. ગુજરાતમાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસો પાછળ વિદેશી પ્રવાસીઓ કરતા લોકલ ટ્રાન્સમિશન વધવા લાગ્યું છે, જે ઘણી જ ગંભીર બાબત છે, ગુજરાતમાં કોરોના પોઝિટિવના કેસોમાં ૬૦ ટકા લોકલ ટ્રાન્સમિશનના છે.

           તેમાં પણ અમદાવાદમાં તો સૌથી વધુ કોરોનાના લોકલ ટ્રાન્સમિશન છે, અમદાવાદમાં કુલ કોરોના પોઝિટિવના ૫૩ કેસમાંથી ૨૫ લોકલ ટ્રાન્સમિશનના છે. ગુજરાતમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા કુલ ૧૧ માંથી ૭ લોકલ ટ્રાન્સમિશનના કેસ હતા. આજે તા.૫ એપ્રિલ સુધીમાં ગુજરાતના કુલ પોઝિટિવ ૧૨૯ કેસ સામે આવ્યા છે, જેમાં ૧૧ના મોત અને ૧૭ રિકવર થયાં છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો.જયંતિ રવિએ આ અંગે વધુમાં જણાવ્યું કે, અમદાવાદમાં નવા ૮ કેસ, ભાવનગરમાં ૨, વડોદરામાં ૧, છોટાઉદેપુર ૧ અને સુરતમાં ૩ અને જામનગરમાં એક, મોરબીમાં એક, પાટણમાં એક કેસ સપાટી ઉપર આવ્યો છે.  છોટાઉદેપુરના પાવીજેતપુર અને બોડેલી ગામનો શખ્સ તબલીઘ જમાતની મરકજથી પરત આવ્યો હતો. બે દિવસ પહેલા બે શખ્સ સહિત ૮ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી બોડેલીના શખ્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં જે કેસો નોંધાયા છે તે પૈકી સુરતમાં ૧૬, ગાંધીનગરમાં ૧૩, ભાવનગરમાં ૧૩, રાજકોટ, વડોદરામાં ૧૦-૧૦, પોરબંદરમાં ત્રણ, ગીરસોમનાથમાં બે, કચ્છમાં બે, મહેસાણા, પંચમહાલમાં એક-એક સપાટી પર આવ્યા છે. છોટાઉદેપુર, મોરબી અને જામનગરમાં આજે એક એક કેસ સપાટી પર આવ્યા છે. રાજ્યમાં કુલ ૨૩૫૪ નમૂનાની તપાસ કરવામાં આવી છે જે પૈકી ૮ના પરિણામ મળ્યા નથી. ૧૪૯૨૦ લોકો ક્વોરનટાઈન કરાયા છે.

ગુજરાતમાં કોરોના કેસો

અમદાવાદ, તા.૫ : ગુજરાતમાં કોરોના વાયરસના વધુ ૨૧થી વધુ કેસ છેલ્લા ૨૪ કલાકમાં સપાટી ઉપર આવ્યા છે. આની સાથે જ કુલ કેસોની સંખ્યા વધીને ૧૨૯ પહોંચી છે. ગુજરાતમાં કેસોની સંખ્યા નીચે મુજબ છે.

શહેર............................................................... કેસ

અમદાવાદ...................................................... ૫૩

વડોદરા.......................................................... ૧૦

સુરત.............................................................. ૧૬

રાજકોટ........................................................... ૧૦

ગાંધીનગર...................................................... ૧૩

કચ્છ............................................................... ૦૨

ભાવનગર....................................................... ૧૩

મહેસાણા......................................................... ૦૧

ગીરસોમનાથ................................................... ૦૨

પોરબંદરમાં ................................................... ૦૩

પંચમહાલ....................................................... ૦૧

પાટણ............................................................. ૦૨

છોટાઉદેપુર..................................................... ૦૧

મોરબી............................................................ ૦૧

જામનગર........................................................ ૦૧

ગુજરાતમાં કુલ કેસ....................................... ૧૨૯

ગુજરાતમાં કોરોના સામે જંગ

૧૭ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા, ૯૪ સ્થિર

અમદાવાદ, તા.૫ : ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. સાવચેતીના તમામ પગલા અને લોકડાઉનની સ્થિતિ હોવા છતાં નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૧થી પણ વધુ નવા કેસો સપાટી ઉપર આવ્યા છે જેમાં અમદાવાદમાં ૮ નવા કેસો સપાટી ઉપર આવ્યા છે. આની સાથે જ અમદાવાદમાં કુલ કેસોની સંખ્યા વધીને ૫૩ ઉપર પહોંચી છે જ્યારે ગુજરાતમાં કુલ કેસોની સંખ્યા વધીને ૧૨૯ ઉપર પહોંચી છે. કોરોનાને રોકવા જંગ જારી છે. પગલા અને સ્થિતિ નીચે મુજબ છે.

ગુજરાતમાં હજુ સુધી સેમ્પલોનું ટેસ્ટિંગ.................................................. ૨૩૫૪

રિપોર્ટ પેન્ડિંગ રહ્યા................................................................................... ૦૮

રાજ્યમાં કુલ ક્વોરનટાઈન લોકોની સંખ્યા.......................................... ૧૪૯૨૦

લોકોને ઘરમાં ક્વોરનટાઈન રખાયા.................................................... ૧૩૫૬૦

સરકારી કેન્દ્રોમાં ક્વોરનટાઈન હેઠળ..................................................... ૧૦૮૫

ખાનગી કેન્દ્રોમાં ક્વોરનટાઈન રખાયા...................................................... ૨૭૫

ગુજરાતમાં કુલ કેસોની સંખ્યા................................................................. ૧૨૯

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા કેસ................................................... ૨૨

અમદાવાદમાં નવા કેસોની સંખ્યા.............................................................. ૦૮

અમદાવાદમાં કુલ કેસોની સંખ્યા................................................................ ૫૩

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ................................................................ ૦૧

ભાવનગરમાં કેસોની સંખ્યા........................................................................ ૧૩

સુરતમાં કેસોની સંખ્યા............................................................................... ૧૬

રાજકોટમાં કેસોની સંખ્યા........................................................................... ૧૦

દર્દીઓની હાલત સ્થિર.............................................................................. ૯૪

રાજ્યમાં સ્વસ્થ થયેલા દર્દીઓ................................................................... ૧૭

સરકારી ફેસેલિટીમાં ક્વોરનટાઈન સુવિધા................................................ ૯૦૪

પ્રાઇવેટ હોસ્પિટલમાં ક્વોરનટાઈન સુવિધા............................................... ૨૮૨

સરકારી હોસ્પિટલમાં આઈસોલેશન બેડ...................................... ૪૩૦૦થી વધુ

ખાનગી હોસ્પિટલમાં આઈસોલેશન બેડ....................................... ૧૦૦૦થી વધુ

એન-૯૫ માસ્કનો જથ્થો ઉપલબ્ધ.................................................. ૯.૭૫ લાખ

પીપીઇ કિટનો જથ્થો ઉપલબ્ધ....................................................... ૩.૫૮ લાખ

ત્રિપલ લેયર માસ્કનો જથ્થો ઉપલબ્ધ........................................... ૧.૨૩ કરોડ

સરકારી હોસ્પિટલમાં વેન્ટીલેટર............................................................ ૧૦૬૧

ખાનગી સંસ્થાઓમાં વેન્ટીલેટર.............................................................. ૧૭૦૦

વેન્ટીલેટર ખરીદીના આદેશો................................................................... ૧૫૦

(12:00 am IST)