Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રવિન્દ્ર જાડેજા અને રીવાબા કરશે ફિલ્મનું નિર્માણ : રાજસ્થાનમાં ફિલ્મનુ શુટિંગ :મુર્હતની તસ્વીર વાયરલ

17 વર્ષ નાના યુવક હુડ્ડા સાથે રોમાંસ કરશે 65 વર્ષીય એક્ટ્રેસ

મુંબઈ : બોર્ડર ગાવાસ્કર ટ્રોફી માં રવિન્દ્ર જાડેજાએ જબરદસ્ત પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાને પરેશાન કર્યુ છે. દિલ્લી અને નાગપુર ટેસ્ટમાં જાડેજાએ કાંગારુ ખેલાડીઓને પરેશાન કરી દીધા હતા. હવે અમદાવાદ ટેસ્ટ 9 માર્ચથી શરુ થનારી છે. આ પહેલા જ જાડેજાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે.

જાડેજા હવે ફિલ્મી દુનિયામાં પણ નજર આવી શકે છે. જાડેજાની આ નવી ઈનીંગના સમાચાર એક ફિલ્મના મુર્હતની તસ્વીરને લઈ સામે આવ્યા છે. રવિન્દ્ર જાડેજા ફિલ્મોની દુનિયામાં કો-પ્રોડ્યુસર તરીકે નજર આવશે.

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા બોલિવુડની 63 વર્ષીય એક્ટ્રેસ નીના ગુપ્તાની અભિનય ધરાવતી ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ ફિલ્મનુ નામ 'પચ્ચત્તર કા છોરા' છે અને જેનુ હવે શુટિંગ થનારુ છે. આ ફિલ્મને રવિન્દ્ર જાડેજા અને તેમના પત્નિ જામનગરની ધારાસભ્ય રિવાબા જાડેજા બંને સાથે કો-પ્રોડ્યુસર છે. નીના ગુપ્તાની ફિલ્મના મુર્હતની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. જેમાં રવિન્દ્રના પત્નિ રિવબા જાડેજા પણ નજર આવી રહ્યા છે. રિવાબા હાલની સામાન્ય ચુંટણીઓમાં વિધાનસભાની ચૂંટણી જીત્યા છે.

ફિલ્મનુ શુટિંગ શરુ થયુ છે. જેની શરુઆત રાજસ્થાનમાં થનારી છે. ફિલ્મની કહાની પણ અજબ છે. નીના ગુપ્તા 17 વર્ષ નાના યુવક હુડ્ડા સાથે રોમાંસ કરતી નજર આવનારી છે. રવિન્દ્ર જાડેજા આ ફિલ્મનુ નિર્માણ કરવામાં જોડાયો છે. આ સાતે જ તે ફિલ્મી દુનિયામાં હવે પગ માંડી ચુક્યો છે. હાલમાં તે શરુઆત ફિલ્મ પ્રોડક્શનમાં જોડાયો છે. તે ખુદ ફિલ્મોમાં નજર આવશે કે નહીં તે ને લઈને પણ ફેન્સ અત્યારથી જ આ તસ્વીર જોઈને વિચારવા લાગ્યા છે.

જાડેજાએ બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની 4 ટેસ્ટ મેચોની સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરતા 21 વિકેટ ઝડપી છે. જેમાં તેણે ઈંદોર ટેસ્ટમાં 4 વિકેટ અને નાગપુર ટેસ્ટમાં 7 વિકેટ ઝડપી હતી. દિલ્હી ટેસ્ટમાં જાડેજાએ 10 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. આમ તેણે બેટ અને બોલિંગ એમ ઓલરાઉન્ડ દેખાવ કર્યો છે. હવે અમદાવાદ ટેસ્ટમાં શાનદાર દેખાવની અપેક્ષા છે. જાડેજા ફરી એકવાર અમદાવાદમાં તરખાટ મચાવવા તૈયાર છે. અમદાવાદમાં વિજય પણ ભારત માટે જરૂરી છે. ભારતે ફક્ત શ્રેણી જીતવા માટે જ નહીં, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પ્રવેશવા માટે ચોથી ટેસ્ટ મેચ જીતવી પડશે.

(11:57 pm IST)