Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

છાતીમાં દુઃખાવો થતો હોય ડોકટરની સલાહ લેવી જરૂરીઃ હાર્ટ એટેકના સંકેતો હાઇ શકે

હૃદયની સમસ્‍યા અને હાર્ટ એટેકના લક્ષણો અલગ હોઇ શકે

છાતીમાં દુખાવાનો અનુભવ કર્યો હશે, પરંતુ જ્યારે તેની ગંભીરતા વધી જાયે ત્યારે લોકો તરત જ હોસ્પિટલ ભાગે છે. હૃદય રોગથી પીડાતા લોકોમાં આ સમસ્યા જોવા મળે છે જેમ કે પરસેવો થવો, ધબકારા વધી જવા, બેચેની થવી આ તેના મહત્ત્વના લક્ષણો છે. હા પણ જરૂરી નથી કે આ લક્ષણો જોવા મળે એટલે હાર્ટ અટેક જ હોય, પરંતુ તેની અવગણના પણ ના કરવી જોઇએ. એ સમયે એ જાણવું જરૂરી હોય છે કે આ દુખાવો કાર્ડિયાક અરેસ્ટનો છે કે નોન-કાર્ડિયાકના કારણે થાય છે.

હાર્ટ અટેકના લક્ષણો:
ઘણાં લોકો દુખાવા વગર અથવા તો સાયલન્ટ હાર્ટ અટેકથી પીડાતા હોય છે. આમાં લક્ષણો ખૂબ જ ઓછા જોવા મળે છે, અને છાતીમાં સામાન્ય દુખાવો પણ થતો નથી. આ પ્રકાના લક્ષણો એ વ્યક્તિઓમાં જોવા મળે છે જેને ડાયાબિટીસ છે અને જેમની ઉંમર 60 વર્ષથી વધારે છે. ક્યારેક આ પ્રકારના સાયલન્ટ અટેક એ લોકોમાં પણ જોવા મળે છે જેમને ચક્કર, ઉલટી-ઉબકા જેવા સામાન્યસ લક્ષણ છે.
હૃદય સંબંધિત છાતીનો દુખાવો

છાતીમાં બેચેની થવી:
છાતીમાં ભાર લાગવો
છાતીમાં ખેંચાણ અથવા બળતરા થવી
ખૂબ જ દુખાવો થવો જે પીઠ, ગળા, ખભા, હાથ સુધી ફેલાય
અમૂક મિનિટથી વધારે રહેતો દુખાવો જેની તીવ્રતા અલગ અલગ હોય
શ્વાસ લેવામાં મુશ્કેલી
ઠંડો પરસેવો
ઉબકા- ઉલટી
છાંતીમાં દુખાવાના અલગ અલગ પ્રકાર
એક બાજુ હાર્ટ અટેકના લક્ષણો ઓળખવા જરૂરી છે, તો બીજી બાજુ હૃદયની સમસ્યા અને અન્ય સ્વાસ્થ્યના કારણે થતાં દુખાવાને ઓળખવો મહત્ત્વપૂર્ણ બની જાય છે. જો કે આ બંને વચ્ચેનું અંતર ઓળખવું ખૂબ જ પડકારરૂપ હોય છે. તો આવો જાણીએ એવા છાતીના દુખાવા વિશે જે હૃદય રોગની સમસ્યાને લગતો નથી.

મોઢાંમાં ખાટો સ્વાદનો અનુભવ થવો:
ગળવામાં મુશ્કેલી
દુખાવો ત્યારે બદલાય છે જ્યારે શરીરની સ્થિતિ બદલાય
ખાંસી આવતા દુખાવો થવો
ઘણાં કલાકો સુધી થતો દુખાવો
છાતીમાં દુખાવાના સામાન્ય કારણો
છાતીમાં દુખાવો ફેફસાની વિકૃતિ, મસ્કુલોસ્કેલેટલ દુખાવો અથવા તો ન્યૂરોપૈથિક દુખાવાથી ઉત્પન્ન થઇ શકે છે. આ સિવાય ન્યૂમોથોરેક્સ અને નિમોનિયા જેવી અન્ય ગંભીર સ્થિતિના કારણે પણ થઇ શકે છે. આ પ્રકારની કોઇ પણ પરિસ્થિતિમાં જાતે ઉપચાર ના કરવો જોઇએ ડોક્ટરની સલાહ જરૂર લેવી. એટલું જ નહીં કોઇ પણ પ્રકારની પેન કિલનનું સેવન કરતાં પહેલાં પણ ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

(6:30 pm IST)