Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

‘ગાયની હત્‍યા કરનારાઓને નરકમાં સડવું પડે છે'

કોર્ટે ઉપચાર શુદ્ધીકરણ, પંચગવ્‍યની તપસ્‍યા, દૂધ, દહીં, માખણ, મૂત્ર અને છાણ એ પાંચ ઉત્‍પાદનોમાં ગાયના મહત્ત્વનો ઉલ્લેખ કર્યો હતો : અલાહાબાદ હાઇકોર્ટ

લખનઉ, તા.૬: અલાહાબાદ હાઈ કોર્ટની લખનઉ બેન્‍ચે કેન્‍દ્રને ગાયને રક્ષિત રાષ્‍ટ્રીય પ્રાણી જાહેર કરવા તેમ જ ગૌહત્‍યા પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડવા જણાવ્‍યું હતું. કોર્ટે કહ્યું કે પુરાણોમાં એમ કહેવાયું છે કે જે વ્‍યક્‍તિ ગાયની હત્‍યા કરે કે અન્‍ય કોઈને કરવાની અનુમતિ આપે તો તે નરકમાં સડશે. ભારત એક ધર્મનિરપેક્ષ દેશ હોવાથી તમામ ધર્મોને માન આપવું જરૂરી છે.

પશુઓની હત્‍યાના આરોપીની જામીન અરજીની સુનાવણી કરતાં જસ્‍ટિસ શમીમ અહમદે હિન્‍દુ ગ્રંથમાંથી ટાંકીને ઉપરોક્‍ત વાત કહેતાં ગાયની કતલ પર પ્રતિબંધ મૂકવાનું સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે હિન્‍દુ ધર્મની માન્‍યતા મુજબ ગાયનું રક્ષણ અને સન્‍માન કરવું જોઈએ, કેમ કે એ દૈવી અને કુદરતી લાભનું પ્રતિનિધિત્‍વ કરે છે. કેન્‍દ્ર સરકાર આ માટે યોગ્‍ય પગલાં લેશે એવી આશા તેમણે ૧૪ ફેબ્રુઆરીએ આપેલા ચુકાદામાં વ્‍યક્‍ત કરી હતી.

ગૌહત્‍યા તથા તેના માંસને વેચાણ માટે ટ્રાન્‍સપોર્ટ કરવાના આરોપી બારાબંકીના મોહમ્‍મદ અબ્‍દુલ ખાલિક સામેના કેસને રદ કરવાની અરજીને ફગાવતાં હાઈ કોર્ટે ઉપરોક્‍ત અવલોકન કર્યું હતું.

કોર્ટે ઉપચાર શુદ્ધીકરણ, પંચગવ્‍યની તપસ્‍યા, દૂધ, દહીં, માખણ, મૂત્ર અને છાણ એ પાંચ ઉત્‍પાદનોમાં ગાયના મહત્ત્વનો ઉલ્લેખ કર્યો હતો. સળષ્ટિના રચયિતા બ્રહ્માએ એક જ સમયે પૂજારીઓ અને ગાયોને જીવન આપ્‍યું હતું, જેથી પૂજારી ધાર્મિક ગ્રંથોનું પઠન કરી શકે અને ધાર્મિક વિધિમાં ગાયનું ઘી અર્પણ કરી શકાય.

ગાય વિવિધ દેવતાઓ સાથે સંકળાયેલી છે. તે ભગવાન શિવ માટે નંદી, ભગવાન ઇન્‍દ્ર માટે કામધેનુ, યુવાનીમાં ગોવાળ રહેલા ભગવાન શ્રીકળષ્‍ણ માટે ગૌમાતા અને અનેક દેવીઓ સાથે જોડાયેલી છે. હિન્‍દુ ધર્મમાં ગાય સૌથી પવિત્ર પ્રાણી મનાય છે. તે તમામ ઇચ્‍છા પૂર્ણ કરનારી કામધેનુ અથવા દૈવી ગાય મનાય છે

 

 

(4:41 pm IST)