Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

દુબઇમાં બની રહી છે વિશ્‍વની સૌથી ઉંચી ઇમારતઃ બુર્જ ખલિફા પણ ‘બચ્‍ચુ' લાગશે

સંયુક્‍ત આરબ અમીરાતના સાત અમીરાતમાંથી એક દુબઈ પોતાનો જ રેકોર્ડ તોડવા જઈ રહ્યું છે. દુબઈ એક મેગા સિટી સ્‍થાપવાની યોજના ધરાવે છે જેમાં વિશ્વની સૌથી ઊંચી ઈમારત પણ હશે. હાલમાં વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા છે. બુર્જ ખલીફાની લંબાઈ ૮૨૧ મીટર છે. જ્‍યારે દુબઈ ક્રીક ટાવરની ઊંચાઈ ૧૩૪૫ મીટર હશે. ક્રીક ટાવરની ઉંચાઈ બુર્જ ખલીફા કરતા વધુ હશે. તે એમ્‍પાયર સ્‍ટેટ બિલ્‍ડિંગ કરતાં ચાર ગણું ઊંચું હશે. તેને ૨૦૨૫ સુધીમાં તૈયાર કરવાનું આયોજન છે, જેના પર કામ શરૂ થઈ ગયું છે. મેગા સિટીમાં જ્‍યાં વિશ્વનો સૌથી ઉંચો ટાવર બનાવવામાં આવશે, ત્‍યાં ૨૦૨૩ સુધીમાં ૬ મિલિયન લોકો રહી શકશે. દુબઈની પણ પળથ્‍વી પરનું સૌથી વિકસિત શહેર બનવાની યોજના છે. દુબઈ ક્રીક ટાવરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. એકવાર પૂર્ણ થયા પછી, તે વિશ્વની સૌથી ઉંચી માનવ નિર્મિત રચના હશે. આ ટાવરના નિર્માણમાં ઼૧ બિલિયનનો ખર્ચ થવાની ધારણા છે.

દુબઈ ક્રીક ટાવરમાં લક્‍ઝરી હોટલ, રેસ્‍ટોરન્‍ટ અને એપાર્ટમેન્‍ટ પણ બનાવવામાં આવશે. આ બિલ્‍ડીંગનું કામ ૨૦૨૦માં કોરોના મહામારીને કારણે બંધ કરી દેવામાં આવ્‍યું હતું. વિશ્વની સૌથી ઊંચી ઇમારત, વિશ્વનો સૌથી મોટો મોલ, આગામી દાયકામાં દુબઈમાં ખુલવાની અપેક્ષા છે. વિશ્વનું સૌથી મોટું માછલીઘર અને વિશ્વનો સૌથી મોટો થીમ પાર્ક પહેલેથી જ દુબઈમાં છે. દુબઈ દુનિયાના અમીરોની યાદીમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. દુબઈમાં હાલમાં ૧૩ અબજોપતિ અને લગભગ ૬૮,૦૦૦ કરોડપતિઓ છે.

(4:02 pm IST)