Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

બચાવી શકાય છે સ્‍ટ્રોકના દર્દીનું જીવન

સ્‍ટ્રોકના નવા સંકેતો મળ્‍યા : જીભ પણ આપે છે બ્રેઇન સ્‍ટ્રોકનો સંકેત

સ્‍ટ્રોકનો એક નવો સંકેત હવે મળી આવ્‍યો છે. નિષ્‍ણાંતો કહે છે કે જો આ સંદેશો તમે જેટલા લોકો સુધી પહોંચાડશો તો તમે માનવ જીંદગીઓ બચાવી શકશો.

એક પિકનીક દરમિયાન એકસ્ત્રી ઠોકર ખાઇને ધીમેથી પડી ગઇ. મેડીકલ હેલ્‍પ બોલાવવા કહેવામાં આવતા આસ્ત્રીએ ત્‍યાં હાજર બધાને ખાતરી આપી કે તેને કંઇ નથી થયું અને તે બરાબર છે. તેણે કહ્યું કે પોતાના નવા બુટના કારણે ઇંટ પર પગ આવતા ઠોકર ખાઇ ગઇ હતી. તેમણે તેને ઉભી કરીને ભોજનની નવી ડીશ આપી. ત્‍યારે તે થોડી હચમચી ગઇ હતી પણ પછી તેણે પાર્ટીની મજા માણી હતી.

જેનના પતિએ પછી બધાને કહ્યું હતું કે, તેની પત્‍નીને પછી હોસ્‍પિટલે લઇ જવામાં આવી હતી અને તે જ સાંજે ૬ વાગ્‍યે તે મૃત્‍યુ પામી હતી. તેને પીકનીક દરમિયાન જ તેને સ્‍ટ્રીક આવ્‍યો હતો. જો એ લોકો દ્વારા સ્‍ટ્રોકના સંકેત ઓળખી શકાયા હોત તો ‘જેન' આજે આપણી સાથે હોત. કેટલાક મૃત્‍યુ નથી પામતા પરંતુ અતિશય પીડાદાયક જીવન જીવે છે.

એક ન્‍યુરોલોજીસ્‍ટ કહે છે કે જો તેની પાસે સ્‍ટ્રોક પીડિત દર્દી ૩ કલાકમાં આવી જાય તો તે સ્‍ટ્રોકની અસરને સંપૂર્ણપણે ઉલ્‍ટાવી શકે છે. તેણે કહ્યું કે સ્‍ટ્રોકને ઓળખવો, તેનું નિદાન કરવું અને પછી પેશન્‍ટને ૩ કલાકમાં મેડીકલ સારવાર આપવા માટેની ટ્રીક છે જે થોડું અઘરૂ છે.

સ્‍ટ્રોકને ઓળખવા માટેના ૩ સ્‍ટેપ છે એસ.ટી.આર. જે જાણવા અને તેનો કેમ અમલ કરવો તે શીખી લેવું જરૂરી છે.

કેટલીકવાર સ્‍ટ્રોકના લક્ષણોને ઓળખવાનું અઘરૂં હોય છે. તેમાં રાખેલી અસાવધાની કમનસીબે આપત્તિ બની શકે છે. નજીકના લોકો જ્‍યારે સ્‍ટ્રોકના લક્ષણોને ઓળખી નથી શકતા ત્‍યારે દર્દીના મગજને ગંભીર નુકસાન થઇ શકે છે.

હવે ડોકટરો કહે છે કે દર્દીની નજીક રહેલા લોકો ત્રણ સાદા પ્રશ્નો પૂછીને બ્રેઇન સ્‍ટ્રોકની ઓળખ કરી શકે છે.

‘એસ' : પિડીતને સ્‍માઇલ કરવા કહો

‘ટી' : પિડીતને વાત કરવા (ટોક) અને ગમે તે સાદુ વાક્‍ય બોલવા કહો. (અટકયા વગર)

‘આર' : પિડીતને પોતાના બંને હાથ ઉંચા કરવા (રેઇઝ કરવા) કહો.

જો આમાંથી કોઇપણ ક્રિયામાં તેને તકલીફ જણાય તો તાત્‍કાલિક મેડીકલ ઇમર્જન્‍સીમાં ફોન કરો અને તેમને આ લક્ષણો જણાવો.

હવે એક નવો સંકેત પણ મળી આવ્‍યો છે. ‘સ્‍ટીક આઉટ યોર ટંગ' (તમારી જીભ બહાર કાઢો)

સ્‍ટ્રોકનો અન્‍ય એક સંકેત છે, પિડીતને તેની જીભ બહાર કાઢવા કહો. જો જીભ વાંકી વળેલી હોય, તે કોઇપણ એક તરફ વળી ગઇ હોય તો તે પણ બ્રેઇન સ્‍ટ્રોકનો સંકેત છે.

કાર્ડિઓલોજીસ્‍ટ આ બાબતને વધુને વધુ લોકો જાણે તે હિતકારી હોવાનું કહે છે.   (સોશ્‍યલ મિડીયામાંથી સાભાર)

(3:05 pm IST)