Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

મધ્‍યપ્રદેશમાં શિવરાજે ‘લાડલી બહના' યોજના શરૂ કરી : મહિને રૂા. ૧૦૦૦ અપાશે

સીએમ સંબોધન બાદ ઘૂંટણિયે બેસી ગયા

ભોપાલ તા. ૬ : મધ્‍યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે મહિલાઓને મહત્‍વની ભેટ આપી છે. આ વર્ષે રાજયમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની હોઇ તેમણે લાડલી બહના યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત જૂનથી એમપીની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા મળશે. આ યોજનાની શરૂઆત કર્યા બાદ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે મારી બહેનો, હું ઈચ્‍છું છું કે તમને મુખ્‍યમંત્રી લાડલી બહના યોજનાના અમલમાં કોઈ સમસ્‍યાનો સામનો ન કરવો પડે.ᅠ

આ સાથે બહેનોને સંબોધતા મુખ્‍યમંત્રીએ કહ્યું કે તમને જે પણ તકલીફો છે તે ભગવાન મને આપી દે. મંચ પરથી સંબોધન દરમિયાન સીએમ શિવરાજ સિંહ ચૌહાણ ઘૂંટણિયે બેસી ગયા હતા. તેમણે કહ્યું છે કે અમે રાજયમાં લાડલી બહના યોજના શા માટે શરૂ કરી છે. તેમણે કહ્યું કે આપણા દેશની ધરતી પર માતા, બહેન અને પુત્રીનું હંમેશા સન્‍માન કરવામાં આવ્‍યું છે. દીકરીઓ અને બહેનોને આપણે દુર્ગા, લક્ષ્મી અને સરસ્‍વતી માનીએ છીએ. વિષ્‍ણુનું નામ લેવું હોય તો લક્ષ્મીનારાયણ, કૃષ્‍ણનું નામ લેવું હોય તો રાધાકૃષ્‍ણ અને શ્રી રામનું નામ લેવું હોય તો સીતારામ કહીએ છીએ. તેમણે કહ્યું કે સમય જતાં દીકરીઓ ભેદભાવનો ભોગ બની છે.

સીએમએ કહ્યું કે મેં મારા પરિવાર અને મારા ગામમાં જોયું છે કે પુત્રનો જન્‍મ થાય ત્‍યારે ઢોલ વગાડવામાં આવતા, ગીતો ગાવામાં આવતા, લાડુ વહેંચવામાં આવતા. દીકરી અવતરે તો મોઢાનું તેજ ઊડી જતું હતું. કોણ ભણશે, ભાઈ ભણશે અને દીકરી શું કરશે? આ બધું જોઈને મારા હૃદયને પીડા થતી હતી. જયારે હું નાનો હતો ત્‍યારે મારો અવાજ કોઈ સાંભળતું ન હતું. હું ભાષણ આપતો હતો કે દીકરી છે તો આવતીકાલ છે, દીકરીને આવવા દો

(1:27 pm IST)