Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ક્રુડ ૩૦% સસ્‍તુ થયું : પેટ્રોલ - ડિઝલમાં પ્રજાને રાહત ક્‍યારે ?

સરકાર - ઓઇલ કંપનીઓ તિજોરી ભરી રહ્યા છે : ડીઝલની ખોટનો હવાલો આપી પ્રજાને રખાય છે વંચિત૫ થી ૮ રૂપિયા બંને ઇંધણ સસ્‍તુ થવું જોઇએ : નિષ્‍ણાંતોએ જણાવી સાચી વાત

નવી દિલ્‍હી તા. ૬ : આંતરરાષ્ટ્રીય બજારની સાથે ઇન્‍ડિયન બાસ્‍કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતોᅠછેલ્લા ૧૦ મહિનામાં ૩૦ ટકાથી વધુ ઘટી છે. ભારતીય કંપનીઓ રશિયાથી પ્રતિ બેરલ ૧૩ દોઅલર સસ્‍તું ક્રૂડ ઓઇલ ખરીદી રહી છે. ફેબ્રુઆરીમાં રશિયાથી તેલની ખરીદી ૩૫ ટકા પર પહોંચી ગઈ છે. જે સાઉદી અરબ તેમજ યુએઈથી થનારી સંયુક્‍ત તેલ ખરીદીથી વધુ છે. પરંતુ તેલ કંપનીઓએᅠઆ ઘટાડાનોᅠફાયદો સામાન્‍ય લોકોને થયો નથી. કંપનીઓનું કહેવું છે કે તેને ડીઝલના વેચાણ પર નુકશાન થઇ રહ્યું છે. તે પૂર્વમાં સસ્‍તું પેટ્રોલ ડીઝલ વેચવા પર થયેલા નુક્‍શાનની ભરપાઈ કરી રહ્યા છે.ᅠ જોકે બ્રોકરેઝᅠફર્મ આઈસીઆઈસીઆઈ સિક્‍યોરિટીઝના જણાવ્‍યા મુજબ, પેટ્રોલ ડીઝલનું છૂટક વેચાણ હવે નફાનો સોદો છે.

ભારતીય તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ વિશ્વભરમાં પેટ્રોલ ડીઝલની કિંમતોના હિસાબ નક્કી કરે છે. ક્રૂડના ભાવ પર નક્કી કરતા નથી. યુરોપમાં ઇંધણ ખુબજ મોંઘુ છે. તેથી ભારતમાં તેના ભાવ વધારે છે.ᅠ તેલ કંપનીઓ રશિયા તેલના આયાતથી બચત કરીને તેનો ઉપયોગ પૂર્વમાં થયેલા નુકશાનની ભરપાઈ કરી રહ્યા છે. કંપનીઓનો દાવો છે કે સરકાર તરફથી નક્કી કરેલા ભાવ પર રસોઈ ગેસ જેવા પ્રોડક્‍ટ વેચવા પર તેને નુકશાન થઇ રહ્યું છે.ᅠએલપીજી માટે સરકારે આ વર્ષે ફક્‍ત ૨૨ હજાર કરોડ રૂપિયાની સબસીડી આપી છે. કંપનીઓનો દાવો છે કે વાસ્‍તવિક નુકશાન તેના બેગણાથી વધુ છે.ᅠ ૧૦ મહિનામાં ક્રૂડ ઓઈલની કિંમતોᅠ૧૨ રૂપિયા પ્રતિ લિટર ઘટી છે ભારતીય બાસ્‍કેટમાં જૂન-૨૨ના ૧૧૬ ડોલર પ્રતિ બેરલની સરખામણીએ ક્રૂડ ઓઇલ ૮૧ ડોલર પર આવી ગયું છે. પેટ્રોલ -ડીઝલની કિંમતોᅠ૫-૮ રૂપિયા લીટર ઘટવું જોઈએ.

(12:07 pm IST)