Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

યુક્રેન યુધ્‍ધથી પ્રોત્‍સાહિત થઇ ભારત ઉપર હુમલો કરી શકે છે ચીન

અમેરિકાના પૂર્વ સંરક્ષણ મંત્રી જિમ મેટિસનો સનસનીખેજ ધડાકો : જો રૂસ યુક્રેનમાં સફળ રહે તો તેથી ઉત્‍સાહમાં આવીને LAC પર ભારત પર હુમલો કરી શકે છે

વોશીંગ્‍ટન, તા.૬: અમેરિકાના ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી જિમ મેટિસનું માનવું છે કે યુક્રેન યુદ્ધથી પ્રોત્‍સાહિત થઈને ચીન ભારત પર પણ હુમલો કરી શકે છે. મેટિસે કહ્યું કે ચીન યુક્રેન યુદ્ધ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને જો રશિયા યુક્રેનમાં સફળ થાય છે તો ચીનને LAC પર ભારત પર હુમલો કરવા માટે પણ પ્રોત્‍સાહન મળી શકે છે. રાયસિના ડાયલોગની આઠમી આવળત્તિમાં એક કાર્યક્રમ દરમિયાન બોલતા અમેરિકાના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન જિમ મેટિસે આ દાવો કર્યો હતો.

વાસ્‍તવમાં જિમ મેટિસને પૂછવામાં આવ્‍યું હતું કે શું અમેરિકા ચીનનો સામનો કરવા તૈયાર છે? તેના જવાબમાં મેટિસે કહ્યું કે ચીન તૈયાર છે તેમાં કોઈ શંકા નથી. તેમણે કહ્યું કે અમેરિકા રશિયા વિરુદ્ધ યુક્રેનને મદદ કરવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે ચીન આ વાત પર નજર રાખી રહ્યું છે કે જો રશિયાને યુક્રેનમાં સફળતા મળે છે તો ચીન ભારત વિરુદ્ધ આવું કેમ ન કરી શકે. મેટિસે એમ પણ કહ્યું હતું કે રશિયા યુક્રેન સામે ત્રણ અઠવાડિયામાં જીતી ગયું હોત, પરંતુ પશ્‍ચિમી દેશોની મદદથી યુક્રેને રશિયાને પીછેહઠ કરવા મજબૂર કરી દીધું છે.

પરમાણુ શષાોના ઉપયોગ પર જિમ મેટિસે કહ્યું કે અમે જોયું કે પુતિને ભૂતકાળમાં આ અંગે નિવેદન આપ્‍યું હતું, પરંતુ અમારે પરમાણુ હથિયારોને નિયંત્રિત કરતી સંધિ વિશે ફરીથી વાત કરવી જોઈએ. કાર્યક્રમ દરમિયાન ભારતીય સેનાના સીડીએસ જનરલ અનિલ ચૌહાણ અને ઓસ્‍ટ્રેલિયન આર્મીના જનરલ એંગસ જે કેમ્‍પબેલ પણ હાજર હતા.

(11:27 am IST)