Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ભારતીયો સમગ્ર દુનિયામાં સૌથી વધુ આકર્ષક

ન્‍યૂયોર્ક તા. ૬ : આકર્ષક રાષ્ટ્ર વિશેની હજારો રેડિટ પોસ્‍ટનું વિશ્‍લેષણ કરી રેન્‍કિંગ્‍સ આપવામાં આવ્‍યો હતો. આ માટે આકર્ષક, સેક્‍સી, સુંદર, હેન્‍ડસમ, ગોર્જિયસ, ગુડ લુ કિંગ, પ્રીટી અને હોટનો સંદર્ભ આપતી રેડિટની તમામ પોસ્‍ટનું વિશ્‍લેષણ કરીને એના પરની પોસ્‍ટ્‍સ, કમેન્‍ટ્‍સ અને વોટ્‍સની સંખ્‍યાનો ઉપયોગ કરીને સ્‍કોર બનાવાયો હતો.

સ્‍વિમવેર બ્રેન્‍ડ પોર મોઇ દ્વારા હાથ ધરાયેલા આ અભ્‍યાસ મુજબ વિશ્વની સૌથી આકર્ષક રાષ્ટ્રીયતામાં પ્રથમ ક્રમે ભારત તથા ત્‍યાર બાદ સ્‍વીડનને ત્રીજા ક્રમે છોડી યુએસએ બીજા ક્રમે રહ્યું છે. ચોથા ક્રમે જેપનીઝ, પાંચમા ક્રમે કેનેડિયન, છઠ્ઠા ક્રમે બ્રાઝિલના લોકો જયારે સાત, આઠ, નવ અને દસમા ક્રમે અનુક્રમે ફ્રાન્‍સ, ઇટલી, યુક્રેન અને ડેન્‍માર્ક છે. યુકે અગાઉના એના ૧૦મા સ્‍થાનથી નીચે સરકીને ૧૨મા સ્‍થાને આવ્‍યું છે.

સૌથી આકર્ષક પુરુષ રાષ્ટ્રીયતાના રેન્‍કિંગ્‍સમાં ભારત યુકે પછી બીજા ક્રમે, જયારે સૌથી આકર્ષક મહિલા રાષ્ટ્રીયતાની યાદીમાં ભારતીય મહિલાઓ ટોચ પર છે. બીજા અને ત્રીજા ક્રમે જાપાન અને સ્‍વીડનની મહિલા આવે છે.

(10:38 am IST)