Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

હાઇવે અને એકસપ્રેસ-વે પર નીકળવાનું મોંઘુ થઇ જશે : ટોલ ટેક્‍સમાં થશે મોટો વધારો

નવા દર એક એપ્રિલથી સડક અને પરિવહન મંત્રાલયની મંજૂરી બાદ લાગૂ થઇ જશે : કાર અને હળવા વાહનો પર પ્રતિ ટ્રિપ ૫ ટકા વધારે ટેક્‍સ લેવામાં આવશે

નવી દિલ્‍હી તા. ૬ : નેશનલ હાઈવે અને એક્‍સપ્રેસ વે પર ચાલવાનું ૧ એપ્રિલથી મોંઘુ થઈ જશે. આવું એટલા માટે કેમ કે, ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ ટોલ ટેક્‍સ વધારવાની તૈયારી કરી રહ્યું છે. રવિવારે સામે આવેલા રિપોર્ટ અનુસાર, ટોલ ટેક્‍સમાં ૫-૧૦ ટકાનો વધારો થશે.ટૈરિફમાં ફેરફાર, National Highways Fee (Determination of Rates and Collection)

Rules, ૨૦૦૮ અનુસાર, દર વર્ષે થાય છે. એક રિપોર્ટ અનુસાર, ટોલ ટેક્‍સના નવા રેટનો પ્રસ્‍તાવ NHAIના તમામ પ્રોજેક્‍ટ ઈંપ્‍લીમેંટેશન યૂનિટથી ૨૫ માર્ચ સુધી મોકલી શકાશે.

નવા દર એક એપ્રિલથી સડક અને પરિવહન મંત્રાલયની મંજૂરી બાદ લાગૂ થઈ જશે. રિપોર્ટનું માનીએ તો, કાર અને હળવા વાહનો પર પ્રતિ ટ્રિપ ૫ ટકા વધારે ટેક્‍સ લેવામાં આવશે અને ભારે વાહનો માટે ટોલ ટેક્‍સ ૧૦ ટકા વધારી શકે છે. હાલમાં ટોલ ટેક્‍સ રેટ ૨૦૨૨માં નેશનલ હાઈવે પર ચાલનારા તમામ વાહનોના ટૈરિફના ભાવમાં ૧૦ રૂપિયા અને ૬૦ રૂપિયાનો વધારો કરતા ટોલ ટેક્‍સ રેન્‍જમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો થઈ ગયો છે. હાલમાં એક્‍સપ્રેસ વે પર ૨.૧૯ રૂપિયા પ્રતિ કિમીના હિસાબથી ટોલ ટેક્‍સ વસૂલવામાં આવી રહ્યો છે. ૧૩૫ કિમી લાંબા, છ લેનના ઈસ્‍ટર્ન પેરફિરેલ એક્‍સપ્રેસ વે અને દિલ્‍હી મેરઠ એક્‍સપ્રેસવે પણ આ વર્ષે દરમાં વધારો કરશે.

માસિક પાસ મિન્‍ટના એક રિપોર્ટ અનુસાર, ટોલ પ્‍લાઝાના ૨૦ કિમીના એરિયામાં આવતા વિસ્‍તારમાં અપાતા માસિક પાસ સુવિધામાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવશે. નેશનલ રોડ ફી રેગ્‍યુલેશન ૨૦૦૮ અનુસાર, યૂઝર ફી પ્‍લાઝાની એક વિશેષ દાયરામાં રહેતા લોકો માટે છુટની કોઈ વ્‍યવસ્‍થા નથી. જો કે, કોઈ નોન કમર્શિયલ ગાડીના માલિક છે અને ચાર્જ પ્‍લાઝાના ૨૦ કિમીની અંદર છે, તો ફી પ્‍લાઝા દ્વારા અનલિમિટેડ યાત્રા માટે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે ૩૧૫ રૂપિયા પ્રતિ મહિનાના દરથી માસિક પાસ લઈ શકશે. નેશનલ હાઈવે પર ટોલ કલેક્‍શન ન્‍યૂઝ ૧૮ના આંકડાનું વિશ્‍લેષણના હવાલેથી કહેવાયું છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૨ના દરમિયાન નેશનલ હાઈવે પર કલેક્‍ટ કરવામાં આવેલા ટોલ ૩૩,૮૮૧.૨૨ કરોડ રૂપિયા હતું, જે પાછલા વર્ષના કલેક્‍શનથી કમ સે કમ ૨૧ ટકા વધારે હતું.

(10:34 am IST)