Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

૧૩ વર્ષના છોકરા સાથે સંબંધ રાખી પ્રેગ્નેન્‍ટ થઇ ૩૧ વર્ષની મહિલા

મહિલા વિરૂધ્‍ધ કોલોરાડોની ફાઉન્‍ટેન પોલીસે કેસ દાખલ કર્યો છે : પીડિતની માતાએ કહ્યું- મારા દીકરાનું બાળપણ છીનવાઈ ગયું

ન્‍યૂયોર્ક તા. ૬ : અમેરિકાના કોલોરાડો રાજયમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્‍યા છે. અહીં એક ૩૧ વર્ષની મહિલાએ ગયા વર્ષે ૧૩ વર્ષના છોકરા સાથે શારીરિક સંબંધ બાંધ્‍યા હતા, જેના કારણે તે ગર્ભવતી થઈ ગઈ હતી. મહિલા વિરૂદ્ધ કોલોરાડોની ફાઉન્‍ટેન પોલીસે યૌન શોષણના આરોપમાં કેસ નોંધ્‍યો હતો. મહિલાએ પોતાનો ગુનો પણ સ્‍વીકારી લીધો છે, પરંતુ તેને જેલમાં જવું પડશે નહીં.

એક રિપોર્ટ મુજબ, આરોપી મહિલાનું નામ એન્‍ડ્રીયા સેરાનો છે. વર્ષ ૨૦૨૨માં એન્‍ડ્રીયાની ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ સમયે તે ગર્ભવતી હતી અને તેણે એક બાળકને પણ જન્‍મ આપ્‍યો હતો, જે હજુ પણ તેની દેખરેખ હેઠળ છે.

જોકે, તેના વકીલે પીડિત પક્ષના વકીલ સાથે એક કરાર કર્યો છે. આ કરાર અનુસાર, એન્‍ડ્રીયા સેરાનો એક યૌન અપરાધી તરીકે રેકોર્ડ પર દાખલ થશે, પરંતુ આ ડીલ તેને જેલમાં જવાથી બચાવે છે. રિપોર્ટ્‍સ અનુસાર, એન્‍ડ્રીયાએ આ ડીલ સ્‍વીકારી લીધી છે. એન્‍ડ્રીયા સેરાનો પર ફાઉન્‍ટેન પોલીસે પીડિત બાળકના માતા-પિતાનો ભરોસો તોડવાનો, તેનું યૌન શોષણ અને હુમલો કરવાના આરોપો હેઠળ કેસ દાખલ કર્યો છે. જોકે, પીડિતની માતા આ કરારથી ખુશ નથી. કારણ કે તેમનો દીકરો માત્ર ૧૩ વર્ષનો છે.

પીડિતની માતાએ સ્‍થાનિક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, મને એવું લાગે છે કે મારા દીકરા પાસેથી તેનું બાળપણ છીનવાઈ ગયું છે. હવે તેને પિતા બનવું પડી રહ્યું છે. તે એક પીડિત છે, અને તેણે આખી જિંદગી તેની સાથે જીવવું પડશે.

તેમનું એવું પણ કહેવું છે, ‘મને એવું લાગે છે કે જો તેણી એક પુરુષ હોત અને મારો દીકરો એક નાની છોકરી હોત, તો આ ચોક્કસપણે અલગ કેસ હોત. ત્‍યારે વકીલ તેના માટે વધુમાં વધુ સજાની માંગ કરી રહ્યા હોત. મને એવું લાગે છે, આરોપી એક મહિલા છે, તેથી તેના પર દયા દેખાડવામાં આવી રહી છે'

(12:12 pm IST)