Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

અમેરિકામાં હાઉસ પાર્ટી દરમિયાન ફાયરિંગઃ ૧૦૦થી વધુ સગીરો ઉજવણી કરવા આવ્‍યાઃ બેના મોતઃ છ ઘાયલ

નવી દિલ્‍હી,તા.૬: અમેરિકાથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં જયોર્જિયાના ડગ્‍લાસ કાઉન્‍ટીમાં હાઉસ પાર્ટી દરમિયાન બે જૂથો વચ્‍ચે હિંસક અથડામણ થઈ હતી. આ પાર્ટીમાં ૧૦૦થી વધુ સગીરો હાજર રહેવા આવ્‍યા હતા. ગોળીબારમાં બે બાળકોના મોત થયા છે, જયારે છ અન્‍ય ઘાયલ થયા છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્‍યું હતું કે આ ઘટના એટલાન્‍ટાથી લગભગ ૨૦ માઇલ પヘમિમાં ડગ્‍લાસવિલે શહેરમાં બની હતી. ઘરના માલિકના કહેવા પ્રમાણે, તેણે પોતાની દીકરીના ૧૬માં જન્‍મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીમાં દીકરીના ૧૦૦થી વધુ મિત્રોએ હાજરી આપી હતી. આ દરમિયાન કેટલાક લોકો ગાંજો પીવા લાગ્‍યા. જે બાદ તેઓએ રાત્રે ૧૦ વાગ્‍યે પાર્ટી ખતમ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન ગોળીબાર થયો હતો. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે.

(10:21 am IST)