Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ગોપાલગંજમાં ગર્ભવતી મહિલાને ન મળી એમ્‍બ્‍યુલન્‍સ : ઈ-રિક્ષામાં આપ્‍યો બાળકને જન્‍મ

મહિલાના સંબંધીઓનું કહેવું છે કે તેઓએ એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી હતી : એક કલાક સુધી રાહ જોઈ પણ એમ્‍બ્‍યુલન્‍સ પહોંચી ન હતી : આ પછી, ગર્ભવતી મહિલાની બગડતી હાલત જોઈને તે ઈ-રિક્ષામાં હોસ્‍પિટલ જવા રવાના થઈ : દરમિયાન, તેણીએ રસ્‍તામાં એક બાળકને જન્‍મ આપ્‍યો

ગોપાલગંજ તા. ૬ : બિહારના નાયબ મુખ્‍યમંત્રી તેજસ્‍વી યાદવના ગૃહ જિલ્લામાં એમ્‍બ્‍યુલન્‍સની ઉપલબ્‍ધતા ન હોવાને કારણે, એક ગર્ભવતી મહિલાએ ઈ-રિક્ષામાં બાળકને જન્‍મ આપ્‍યો. આ પછી કોઈ રીતે માતા અને બાળકને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. પરિવારનો એવો પણ આરોપ છે કે હોસ્‍પિટલ પહોંચવા પર મા-બાળકની મદદ માટે હેલ્‍થ વર્કર આગળ આવ્‍યા ન હતા.

ઉલ્લેખનીય છે કે, ગોપાલગંજના માંઝા બ્‍લોકના ભૈસાહિન ગામના મનોજ કુમારની પત્‍નીને પ્રસૂતિનો દુખાવો હતો. જેના પર પરિવારે એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી હતી. એક કલાક રાહ જોવા છતાં એમ્‍બ્‍યુલન્‍સ પહોંચી ન હતી. બીજી તરફ ગર્ભવતી મહિલાની હાલત કફોડી બની રહી હતી.

આના પર પરિવારના સભ્‍યો મહિલાને ઈ-રિક્ષામાં લઈને ગોપાલગંજ સદર હોસ્‍પિટલ જવા

રવાના થઈ ગયા. હોસ્‍પિટલ પહોંચતા પહેલા જ મહિલાએ રસ્‍તામાં જ બાળકને જન્‍મ આપ્‍યો હતો. આ પછી મહિલાને હોસ્‍પિટલ લઈ જવામાં આવી. પરિવારનો આરોપ છે કે માતા અને બાળકની મદદ માટે કોઈ હેલ્‍થ વર્કર નથી પહોંચ્‍યો.

સંબંધીઓનું કહેવું છે કે એમ્‍બ્‍યુલન્‍સ સમયસર પહોંચી ન હતી. સગર્ભા મહિલાની હાલત વધુ ખરાબ થઈ રહી હતી. આ કારણોસર, તેઓ તેને ઈ-રિક્ષામાં સદર હોસ્‍પિટલ લઈ જવા નીકળ્‍યા હતા, પરંતુ ત્‍યાં પહોંચતા પહેલા જ મહિલાએ બાળકને જન્‍મ આપ્‍યો હતો. આ પછી, માતા અને બાળકને સદર હોસ્‍પિટલના ડિલિવરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્‍યા હતા.

આ મામલામાં જયારે સદર હોસ્‍પિટલના મેનેજર સિદ્ધાર્થ કુમારે કહ્યું કે તે સાચું છે કે મહિલાએ ઈ-રિક્ષામાં જ બાળકને જન્‍મ આપ્‍યો હતો. હોસ્‍પિટલમાં આવતાની સાથે જ આરોગ્‍ય કર્મચારીઓએ માતા અને બાળકની સારવાર કરી હતી. બંને સુરક્ષિત છે.

(2:21 pm IST)