Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ભારત રોકાણ આકર્ષવા માટે એક લોકપ્રિય સ્થળ બની ગયું છે. તેનું કારણ એ છે કે અહીં કંપનીઓને કુશળ યુવા શક્તિ અને ઝડપથી વિકસતું સ્થાનિક બજાર મળે છે. વૈશ્વિક પડકારો વચ્ચે, ભારતમાં ‘ઘણી વસ્તુઓનો યોગ્ય સંગમ’ છે: નિર્મલા સિતારમણ

નવી દિલ્‍હીઃ  નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતમાં કાયદાનું શાસન છે. સંપૂર્ણ વ્યવસ્થા છે, લોકશાહી છે. અહીં તમે સરકાર વિરુદ્ધ બોલી શકો છો, તમે વડાપ્રધાન વિરુદ્ધ બોલી શકો છો. છતા કોઇ ઉદ્યોગપતિ રાતોરાત ગાયબ નથી થતા..જાણો નાણાપ્રધાને આવું નિવેદન શા માટે આપ્યું. વૈશ્વિક પડકારો વચ્ચે, ભારત વિશ્વભરમાં રોકાણ માટે આકર્ષક સ્થળ છે. જ્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણને આનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ઘણી સારી વસ્તુઓનો અનોખો સંગમ ભારતને રોકાણનું લોકપ્રિય સ્થળ બનાવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ અહીં ચાલી રહેલા રાયસીના ડાયલોગ કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. આ અવસરે તેમણે ચીનનું નામ લીધા વગર તેની પર કટાક્ષ કર્યો હતો.

નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત રોકાણ આકર્ષવા માટે એક લોકપ્રિય સ્થળ બની ગયું છે. તેનું કારણ એ છે કે અહીં કંપનીઓને કુશળ યુવા શક્તિ અને ઝડપથી વિકસતું સ્થાનિક બજાર મળે છે. વૈશ્વિક પડકારો વચ્ચે, ભારતમાં ઘણી વસ્તુઓનો યોગ્ય સંગમ છે.

આ અંગે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું કે ભારતમાં કુશળ યુવાનો છે.એક મધ્યમ વર્ગ છે,જેની પોતાની ચોક્કસ ખરીદ શક્તિ છે, જે સ્થાનિક બજારમાં માંગ બનાવે છે.સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય,શિક્ષણ અને ફિનટેક જેવા ક્ષેત્રોમાં ટેક્નોલોજી આધારિત જાહેર રોકાણ કર્યું છે. આ ઉપરાંત દેશમાં કાયદાનું શાસન પણ છે. ચીન પર કટાક્ષ કરતા, તેમણે કાયદાના શાસન વિશે પણ વિગતવાર સમજાવ્યું.

નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતમાં ચૂંટાયેલી લોકશાહી છે.ત્યાં સ્થાપિત જાહેર કાયદાઓ અને અદાલતો છે. એક એવી વ્યવસ્થા છે જેમાં પારદર્શિતા છે. તમે અહીં સરકાર વિરુદ્ધ બોલી શકો છો, તમે વડાપ્રધાન વિરુદ્ધ બોલી શકો છો.

તેમણે કહ્યું, ભારતમાં એવું નથી બનતું કે કોઈ ઉદ્યોગપતિ રાતોરાત ગાયબ થઈ જાય અને થોડા દિવસો પછી મામલો પાછો આવે.

નિર્મલા સીતારમણના આ નિવેદનને બાઓ ફેનના ગુમ(Bao Fan) થવા સાથે જોડી શકાય છે. તાજેતરમાં ટેક ડીલમેકર બાઓ ફેન 3 અઠવાડિયા માટે અચાનક ગાયબ થઈ ગયા. આ અંગે વોશિંગ્ટન પોસ્ટે અહેવાલ આપ્યો હતો કે તેઓ તપાસમાં ચીન સરકારને સહયોગ કરી રહ્યા છે.

અગાઉ, ચીનના અબજોપતિ ઉદ્યોગપતિ અને અલીબાબાના સ્થાપક જેક મા નવેમ્બર 2020 માં થોડા સમય માટે ગુમ થયા હતા. બાદમાં તે જાન્યુઆરી 2021માં જ સામે આવ્યો હતો. આ ઘટના પહેલા જ જેક માને છેલ્લી ઘડીએ દુનિયાનો સૌથી મોટો IPO પાછો ખેંચવો પડ્યો હતો.

(12:00 am IST)