Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

પાકિસ્‍તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાનની ગમે ત્‍યારે ધરપકડ થાય તેવી સંભાવનાઃ સરકારી તિજોરીમાં કરોડના ગોટાળા બાબતે પોલીસ ઇમરાનખાનના ઘરે પહોંચી

ઇમરાન ખાને કોર્ટમાં સરકારી તિજોરીમાંથી કરોડોની ગીફટ સસ્‍તામાં વેચી દીધાનું કબુલ કર્યુ હતું

કરાંચીઃ પાકિસ્‍તામાં સરકારી તિજોરી ખજાનામાંથી કરોડોની કિંમતની ગીફટને સસ્‍તામાં વેચી દેવાના મામલે પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાનની ધરપકડ કરવામાં આવે તેવી શકયતા વધી છે. સરકારી તિજોરીમાંથી કરોડોની ગીફટ સસ્‍તામાં વેચી દીધા અંગે ઇમરાનખાને ઇસ્‍લામાબાદ કોર્ટમાં કબુલ કર્યુ હતુ ત્‍યારબાદ ઇમરાનખાન વિરોધી બિનજામીન વોરન્‍ટ કાઢવામાં આવ્‍યું છે. જેના આધારે પોલીસ ઇમરાનખાનના ઘરે પહોંચી રહી છે.

(12:00 am IST)