Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

મહિલાઓની સુરક્ષા માટે મોબાઇલ એપ્‍લીકેશન લોન્‍ચઃ ઇમરજન્‍સીના કિસ્‍સામાં લોકેશન શેરિંગ સાથે અનેક સુવિધા ઉપલબ્‍ધ

અમદાવાદઃ TRUECALLER મુજબ એપ્લીકેશનને 15 મહિનામાં સ્કોકહોમ અને ભારતની ટીમે મળીને બનાવ્યું છે. કંપનીનું કહેવું છે કે એપ્લીકેશન મહિલા સુરક્ષાને લઈ ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. TRUECALLERના કો-ફાઉન્ડર અને CEO એલેન મામેદીએ કહ્યું છે કે પર્સનલ સેફ્ટી અને લોકેશન શેરિંગના અનેક એપ્લીકેશન માર્કેટમાં છે. પરંતુ એપ્લીકેશન્સમાં GUARDIAN એપ જેવી ખાસિયત નથી. શું છે એપ્લીકેશનના ખાસ ફિચર આવો જાણીએ.

GUARDIAN એપ્લીકેશનની મદદથી ALWAYS SHARE લોકેશન સિલેક્ટ કરીને તમે એપ સાથે હંમેશા લોકેશન શેર કરી શકો છો. જ્યારે તમે કોઈ જગ્યાએ જઈ રહ્યાં છો ત્યારે લોકેશન શેર કરવાનું ઓપશન પણ એપમાં મળી રહ્યું છે. ઈમરજન્સી પડવાના કિસ્સામાં પણ લોકેશન શેરિંગનું ઓપશન મળે છે. લોકેશન શેરિંગ સાથે તમારા મોબાઈલની બેટરી અને નેટવર્કનું સ્ટેટસ પણ તમારા મિત્રને મોકલી શકો છો. જેથી તેઓ સમજી શકે કે ફોન ક્યાં સુધી ચાલશે. સિવાય કંપની આગામી સમયમાં ઈમરજન્સીના સ્થાને લોકલ ઓછોરિટીને સાવચેત કરવાનું પણ કામ કરશે.

જો તમે ટ્રુકોલરનો ઉપયોગ કરી રહ્યાં છો તો તે IDની મદદથી GUARDIAN એપ્લીકેશનમાં લોગ ઈન કરી શકશો. જો તમે ટ્રુકોલરનો ઉપયોગ નતી કરી રહ્યાં તો તમે તમારા મોબાઈલ નંબરથી વેરિફિકેશન બાદ લોગ ઈન કરી શકો છો. મિસ્ડ કોલ આપીને પણ તમે OTP મેળવી શકો છો. એપ્લીકેશનને યુઝ કરવા માટે તમારે ફોનનું લોકેશન, કોન્ટેક્ટસ અને ફોનની પરમિશન આપવી પડશે. એપ્લીકેશનનો યુઝર ઈન્ટરફેસ બહું સરળ છે. ગાર્ડિયન લીસ્ટમાં તમે ઈચ્છો તેટલા લોકો સાથે લોકેશન શેર કરી શકો છો. તેમજ જ્યારે ઈચ્છો ત્યારે લોકેશન શેર કરવાનું બંધ પણ કરી શકો છો.

કંપનીએ કહ્યું છે કે ભલે તમે લોકેશન શેર કરી રહ્યા છો, પરંતુ બેકગ્રાઉન્ડમાં કામ કરે છે. કંપનીએ પણ દાવો કર્યો છે કે એપ્લીકેશનથી સ્માર્ટફોનની બેટરી બહું યુઝ નહીં થાય. એપ્લીકેશનમાં એક ઈમરજન્સી બટન પણ આપવામાં આવ્યું છે, જેને ટેપ કરીને તમે ગાર્ડિયન્સને નોટિફાઈ કરી શકો છો.

(4:59 pm IST)
  • ગુજરાત સહિત ૪ રાજ્યોમાં આવતા લોકો માટે રાજસ્થાન સરકારે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજીયાત બનાવ્યો પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને ગુજરાતથી આવતાં લોકો માટે રાજસ્થાન સરકારે કોવિદ નેગેટિવ રિપોર્ટ રજૂ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ ચારેય રાજ્યોમાં કોરોના કેસો તાજેતરના સમયમાં વધતા જતા માલુમ પડ્યા છે. access_time 11:05 am IST

  • દેશમાં કોરોનાએ ફરી ફૂફાડો માર્યો : છેલ્લા ૧૦ દિવસમાં ૧૧ રાજ્યના ૩૪ જિલ્લામાં કોરોનાના કેસ નોંધાવાની ઝડપ બમણી : મહારાષ્ટ્રના ૬, પંજાબના પાંચ, ગુજરાતના ૪ અને મધ્યપ્રદેશના ૩ જિલ્લામાં સ્થિતિ વણસી:કેરળ અને મહારાષ્ટ્ર બાદ હવે પંજાબમાં પણ રોજના ૧૦૦૦થી વધુ કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે access_time 12:50 am IST

  • દલાઇ લામાએ ભારતીય વેકસીનનો પ્રથમ ડોઝ લીધો access_time 4:00 pm IST