Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

કેનેડા ૪ કોરોનાની રસી ધરાવતો આ પહેલો દેશ બન્યોઃ નવી રસીના એક જ ડોઝની જરૂર

કોરોના વાયરસની વિરુદ્ઘ લડાઈને મજબૂતાઈ આપતા કેનેડાએ જોનસન એન્ડ જોનસનની રસીના ઉપયોગને પરવાનગી આપી દીધી છે : આ રસીમાં એક જ ડોઝની જરુર રહેશે : કેનેડાએ અત્યાર સુધી ૪ રસીને મંજૂરી આપી : પહેલા જ લાખ ડોઝ તૈયાર છે અને અમે વાયરસને પહોંચી વળવા એક ડગલુ પાછળ છીએ-ટ્રુડો

ટોરેન્ટો, તા.૬: કેનેડાએ જોનસન એન્ડ જોનસનની રસીના ઉપયોગને પરવાનગી આપી છે તેની ખાસ વાત એ છે કે આના બે ડોઝની જગ્યાએ એક જ ડોઝની જરુર રહેશે. જે કોરોના સામે લગવા સક્ષમ છે.

રસીકરણ અભિયાનમાં ઝડપ લાવવા માટે કેનેડા હેલ્થ રેગૂલેટરે હજું સુધી ૪ કોરોના રસીને મંજૂરી આપી છે.  ચીફ મેડિકલ એડવાઈઝર ડો. સુપ્રિયા શર્મીએ જણાવ્યું કે આમાં ફાઈઝર, મોર્ડર્ના અને એસ્ટ્રાજેનેકાની કોરોના રસીના સામેલ છે.  કેનેડા એવો પહેલો દેશ બન્યો જેણે ૪ અલગ અલગ રસીના ઉપયોગને પરવાનગી આપી છે.

ઉલ્લેખનીય છે કે અનેક અન્ય દેશોની જેમ કેનેડામાં પણ રસીના લોકલ ઉત્પાદન નહીં થવાથી ચાલતા રસીકરણમાં રસીની અછતનો સામનો કરવો પડ્યો હતો. પીએમ જસ્ટિન ટ્રુડોએ ટ્વીટ કરતા કહ્યું કે, આ ચૌથી રસી છે જેને કેનેડાના હેલ્થ એકસપર્ટ્સે સુરક્ષિત ગણાવી છે. પહેલા જ લાખ ડોઝ તૈયાર છે અને અમે વાયરસને પહોંચી વળવા એક ડગલુ પાછળ છીએ.

ઉલ્લેખનીય છે કે આ રસીના રિપોર્ટ મુજબ ૨૯ દિવસની અંદર ૯૦ ટકા વોલેન્ટિયર્સના શરીરમાં ઈમ્યુન પ્રોટીન બન્યુ જેને ન્યૂટ્રિલાઈજિંગ એન્ટીર્બોડી કહેવામાં આવે છે.  જેણે ૫૭ દિવસની અંદર તમામ વોલેન્ટિયર્સમાં એન્ટીબોડી જનરેટ કરી. ટ્રાયલના પૂરા  ૭૧ દિવસ સુધી ઈમ્યૂન પર તેની અસર જોવા મળી.

ઉલ્લેખનીય છે કે ભારતમાં ૧૬ જાન્યુઆરીથી રસીકરણ પ્રોગ્રામ શરુ થઈ ચૂકયો છે. આ અભિયાનમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવૈકસીન લગાવવામાં આવી રહી છે. જેમાં ઓછામાં ઓછા ૧૪ દિવસના અંતર પર રસીના ૨ શોર્ટસ આપવામાં આવશે.

(1:14 pm IST)
  • અક્ષર અને અશ્વિનને ઈંગ્લેન્ડ પર ફરી પાછો કબ્જો : અંગ્રેજો ફરી આવ્યા ઘૂંટણીયે : ભારત ૨૫ રને જીત્યુ : ભારતનો ૩-૧થી સીરીઝ પર કબ્જો : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતે જગ્યા બનાવી : અક્ષર - અશ્વિન ફરી ત્રાટકયા : બંનેને ૫-૫ વિકેટો મળી : ઈંગ્લેન્ડની આખી ટીમમાં ખાલી જ એક ખેલાડી જેક લોરેન્સે ૫૦ રન બનાવ્યા : ઓલી પોપ ૧૫, ફોકસ ૧૩, ડોમ બેસ ૨ અને સ્ટોકે ૨ રન બનાવી અક્ષર અને અશ્વિનનો શિકાર બન્યા access_time 3:27 pm IST

  • અમદાવાદ : ભારતીય જનતા પક્ષના શહેર પ્રમુખો અને મોરચા સેલના હોદ્દેદારો સાથે પક્ષપ્રમુખ સી.આર. પાટીલ, પક્ષના મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા સહિતના આગેવાનોની વર્ચ્યુઅલ મીટીંગમાં તમામ સ્તરેથી વડીલોને વેક્સીનેશન માટે પ્રેરીત કરવા અને જરૂર પડે ત્યા વેક્સીનેશન બુથ સુધી લઈ જવા આદેશ અપાયાનું જાણવા મળે છે access_time 3:27 pm IST

  • સંભવત: અક્ષય કુમાર અને મિથુન દા બન્ને આવતીકાલે પીએમ મોદી સાથે બ્રિગેડ ગ્રાઉન્ડ, વેસ્ટબંગાળ ખાતે યોજાયેલ જંગી જાહેરસભામાં ભાગ લેશે તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે. access_time 9:07 pm IST