Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

સીબીએસઇની ધોરણ 10-12ની પરીક્ષાની સુધારેલી નવી તારીખો જાહેર

ગણિતની પરીક્ષા જે પહેલા 21મી મેના બદલે હવે બીજી જૂને થશે. ફિઝિક્સની પરીક્ષા પહેલા 13મી મેના થવાની હતી તે હવે આઠમી જૂને લેવાશે

નવી દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (સીબીએસઇ) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 માટે ગણિત, કોમર્સ અને ફિઝિક્સ સહિતના અમુક વિષયોની પરીક્ષાની સુધારિત તારીખ જાહેર કરવામાં આવી હતી. ધોરણ 10ની વિજ્ઞાનની પરીક્ષા 21મી મે સુધી લંબાવવામાં આવી છે જે અગાઉ 15મી મેના થવાની હતી. ગણિતની પરીક્ષા જે પહેલા 21મી મેના થવાની હતી તે હવે બીજી જૂને થશે.

ધોરણ 12 (સાયન્સ સ્ટ્રીમ)ની ફિઝિક્સની પરીક્ષા પહેલા 13મી મેના થવાની હતી તે હવે આઠમી જૂને લેવાશે, એમ સીબીએસઇ દ્વારા જણાવાયું હતું. 12મા ધોરણ (કોમર્સ અને સાયન્સ સ્ટ્રીમ)ની મેથેમેટિક્સ અને અપ્લાઇડ મેથેમેટિક્સની પરીક્ષા પહેલા પહેલી જૂને યોજાવાની હતી તેની સુધારિત તારીખ 31મી મે કરવામાં આવી છે. આર્ટ સ્ટ્રીમની ભૂગોળની પરીક્ષા બીજી જૂને યોજાવાની હતી તે હવે ત્રીજી જૂને યોજાશે, એમ સીબીએસઇ દ્વારા જણાવાયું હતું.
ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ચોથી મેથી શરૂ થશે અને 10મી જૂને પૂરી થશે

(11:44 am IST)