Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ભારતીય રેલ્વે ચીની હેકર્સના નિશાના પર

છેલ્લા ૬ વર્ષમાં દોઢેક લાખ ભારતીય વેબસાઇટસ હેક કરી છે : અમેરીકી રેકોર્ડડ ફયુચરના રોપોર્ટમાં કાવત્રુ ખુલ્લુ પડયુ

નવી દિલ્હી તા. ૬ : છેલ્લા છ વર્ષોમાં દોઢ લાખથી વધુ ભારતીય વેબસાઇટ હેક થઇ હોવાનો ખુલાસો અમેરીકી કંપની રેકોર્ડેડ ફયુચરના રીપોર્ટમાં કરવામાં આવ્યો છે. જે પ્રમાણે ૨૦૨૦ સુધીના છ વર્ષમાં  ૨૬ હજારથી વધુ અને રોજ ૭૨ જેટલી ભારતીય વેબસાઇટસ હેક થઇ છે.

રીપોર્ટમાં જણાવાયુ છે કે ચીની હેકર્સ સમુહ રેડઇકો ભારતના ૧૦ પાવર સેકટર, એનટીપીસી, ભારતીય રેલ્વે અને બે બંદરગાહો સહીત કેટલા ક્ષેત્રોમાં સાઇબર એટેક કરી ચુકયા છે. રેકોર્ડેડ ફયુચરના રીપોર્ટ પ્રમાણે ચીનથી ઘડાયેલ રણનીતી મુજબ સાઇબર હુમલા થઇ રહ્યા છે. આ માટે જે ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે તદન નવી છે. ચીન આ પહેલા પણ અન્ય દેશો સામે આ ટેકનીક વાપરી ચુકયુ છે.

અમેરીકી કંપનીએ ચેતવણી આપી છે કે ભારતના પાવર સેટઅપ પર હુમલો કરનાર ચીની સમુહ હજુએ સક્રીય છે. ભવિષ્યમાં ફરી સાઇબર હુમલો થઇ શકે છે.

(11:38 am IST)