Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ભારતે ક્રૂડઓઈલની સપ્લાઈ વધારવા OPECને ફોન પર અપીલ :જવાબ મળ્યો ગયા વર્ષે સસ્તું ખરીદેલું તેલ વાપરો

ક્રુડ ઓઈલનો સપ્લાય વધારવાનો કે પ્રતિબંધો હળવા કરવાનો ઓપેકનો ઈન્કાર

ક્રૂડ ઓઈલ ઉત્પાદન પરના આકરા પ્રતિબંધો હળવા કરવાની પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની વિનંતી સ્વીકારવાનો ઓપેક દેશોએ ઈન્કાર કર્યો છે.

ઓપેકના આ ઈન્કાર બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો છે.

ક્રૂડ ઓઈલ પરના પ્રતિબંધો હળવા કરવાની તથા તેનો સપ્લાય વધારવાની ભારતની માગને માનવાને બદલે ઉલટાનું ઓપેક દેશોએ ભારતને અરીસો દેખાડ્યો છે. ઓપેકે કહ્યું કે ભારતે ગત વર્ષે અમારી પાસેથી સસ્તુ ઓઈલ ખરીદીને સંગ્રહી રાખ્યું છે, તેને ભંડારમાંથી બહાર કાઢવું જોઈએ અને લોકોને સસ્તા ભાવે પૂરુ પાડવું જોઈએ. સાઉદી અરેબિયા ઓપેક દેશોનો એક સભ્ય છે. ક્રૂડ ઓઈલનો સપ્લાય ન વધારવાના ઓપેક જૂથના દેશોના નિર્ણય બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમતમાં 1 ટકાના વધારા સાથે 67.44 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.

ભારતની વિનંતીના જવાબમાં સાઉથ અરેબિયાના ઓઈલ મિનિસ્ટર પ્રિન્સ અબ્દુલાઝીઝ બીન સલમાને પ્રેસ કોન્ફન્સમાં જણાવ્યું કે નવી દિલ્હીએ ગત વર્ષે અત્યંત સસ્તા ભાવે ખરીદેલું ક્રૂડ તેના સ્ટોરેજમાંથી બહાર કાઢવું જોઈએ અને તેનો ઉપયોગ કરવો જોઈએ.

(11:33 am IST)