Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ભાજપમાં સામેલ થઈ શકે છે મિથુન ચક્રવર્તીઃ મોદીની રેલીમાં પણ થશે સામેલ

કોલકતા, તા.૬: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. આ સમયે કહેવાઈ રહ્યું છે કે ફિલ્મ અભિનેતા અને ટીએમસીના રાજયસભાના સાંસદ મિથુન ચક્રવર્તી પણ ભાજપમાં સામેલ થઈ  શકે છે. સૂત્રોના અનુસાર મિથુન ચક્રવર્તી સાત માર્ચ એટલે કે આવતીકાલે  કોલકત્ત્।ાના બ્રિગેડ મેદાનમાં થનારી પીએમ મોદીની રેલીમાં પણ હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે ભાજપમાં આવવાની અટકળોને આજે વિરામ મળ્યો છે. જયારે મિથુન ચક્રવર્તીના નજીકના સૂત્રોએ કહ્યું કે તેઓ સાત માર્ચે ભાજપમાં સામેલ થવા કોલકત્તા પહોંચી રહ્યા છે. ૮૦ના દાયકાના ડિસ્કો ડાન્સર બોય નામથી જાણીતા મિથુન દા હાલમાં ત્યારે ચર્ચામાં આવ્યા હતા જયારે તેઓએ ૧૬ ફેબ્રુઆરીએ મોહન ભાગવતના નિવાસ સ્થાને તેમની મુલાકાત કરી હતી. ત્યારે અટકળોનું બજાર ગરમ રહ્યું છે.

આ પહેલા પણ મિથુન ચક્રવર્તીએ વર્ષ ૨૦૧૯માં નાગપુરના સંઘ મુખ્યાલયની મુલાકાત લીધી. ત્યારે તેઓએ ૩ કલાક સુધી મુખ્યાલયમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતની મુલાકાત કરી હતી.મિથુન ચક્રવર્તીએ ૨૦૧૬માંરાજયસભાથી ખરાબ તબિયતના કારણે રાજીનામું આપ્યું હતું. પહેલા તેમનું નામ શારદા ચિટફંડ કંપનીના ઘોટાળામાં આવ્યું. મિથુન ચક્રવર્તી શારદા ચિટફંડના બ્રાન્ડ એમ્બેસડર હતા અને ત્યારે પ્રર્વતમાન નિર્દેશાલયની તરફથી તેમને નોટિસ પણ મળી હતી. 

હવે ફરી એક વાર મિથુન ચક્રવર્તી રાજનીતિમાં એન્ટ્રી લઈ રહ્યા છે. સાત માર્ચે તેઓ કોલકત્તામાં બ્રિગેડ મેદાનમાં થનારી પીએમ મોદીની રેલીમાં હાજર રહેશે. તેમનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી માટે તેઓ રાજનીતિમાં સંપૂર્ણ રીતે સક્રિય રહેશે કે નહીં તેને લઈને શંકા છે.

(10:25 am IST)