Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

બરોબર ટેક ઓફ પહેલા યાત્રી બોલ્યો : હું કોરોના પોઝીટીવ છું..આખુ પ્લેન થઇ ગયું ખાલી

નવી દિલ્હી,તા.૬: મહામારીના સમયમાં લોકો કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરી રહ્યા છે તો ખાસ કરીને યાત્રા દરમિયાન આજે દરેક સાવધાની રાખી રહ્યા છે. દિલ્હીથી પુણે જતી એક ફ્લાઇટમાં એક યાત્રીએ કહ્યું કે તે કોરોના પોઝિટિવ છે. ત્યાર બાદ ત્યાં વિમાનમાં લોકો અસહજ થઇ ગયા અને પછી આખા વિમાનને ખાલી કરાવવું પડ્યું.

થયું એવુ કે દિલ્હીથી ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પુણે માટે ઇન્ડિગોની ફ્લાઇટ ૬ઇ૨૮૬ ટેક ઓફ કરવાની હતી પરંતુ બરોબર વિમાનના ઉડે તે પહેલા એક યાત્રીએ ચાલક દળના સભ્યોને સૂચિત કર્યું કે તેણે આવતા પહેલા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તેનો રિપોર્ટ અત્યારે આવ્યો છે, જે પોઝિટિવ છે.

યાત્રીને મહારાષ્ટ્ર જવાનું હતુ અને બોર્ડિંગ કરતા પહેલા તેણે પોતાનો આરટી-પીઆરસી ટેસ્ટિંગ કરાવ્યો હતો અને તે પોતાના રિપોર્ટની રાહ જોઇ રહ્યો હતો પરંતુ પોઝિટિવ હોવાનો રિપોર્ટ તેને ત્યારે મળ્યો જયારે તેની ફ્લાઇટ ટેક-ઓફ કરવાની હતી.

એક જવાબદાર નાગરિક તરીકે તેણે કેબિન ક્રૂને જાણ કરી અને પાયલોટ વિમાનને સીધા પાર્કિંગમાં લઇ ગયા અને બધા યાત્રીઓને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા.

(10:24 am IST)