Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

GST ક્રેડિટના નવા નિયમ.. રોકડા ફરી રડાવશે

એક રૂપિયાની પણ વધારાની ક્રેડિટ નહીં મળવાનો નિયમ લાગુ થતાં વેપારીઓને મરો : આખી સિસ્ટમ ઓનલાઇન છતાં જવાબદારીમાંથી છટકવાના પ્રયાસ સામે રોષ

નવી દિલ્હી, તા.૬: જીએસટી ક્રેડિટ માટેના નવા નિયમ લાગુ થતાંની સાથે જ વેપારીઓમાં રોકડની અછતનો સામનો કરવો પડવાની નોબત આવવાની છે. કારણ કે વેપારીઓેને જીએસટીઆર ૨-એમાં જેટલી ક્રેડિટ દેખાશે તેટલી જ ક્રેડિટ લઇ શકવાના નિયમને કારણે માલ ખરીદયા બાદ વેપારીએ સામે વાળાને જીએસટી ચૂકવી દીધો હશે પરંતુ તેને જીએસટી જમા કરાવ્યો નહીં હોય તે સામેવાળા વેપારીને તે પેટેની ક્રેડિટ મળી શકશે નહીં. તેના માટે એક મહિના સુધી રાહ જોવાની સ્થિતી ઉભી થશે. જેથી જીએસટી ભરવા માટે વેપારીઓએ વિિંકગ કેપિટલ ઓછી કરીને પણ ટેકસ ભરવો પડશે.

હાલમાં વેપારીઓ જીએસટીઆર ૨-એમાં જેટલી ક્રેડિટ દેખાય છે તેના કરતા પાંચ ટકા વધુ ક્રેડિટનો વપરાશ કરી લે છે પરંતુ નવા નિયમને કારણે એક પણ રુપિયો વધારાનો લીધો તો સિસ્ટમ જનરેટેડ જ નોટિસ વેપારીને સીધી મળી જશે તેમજ વધારાની ક્રેડિટ વાપરવા બદલ તેઓ પાસેથી વ્યાજ અને દંડ સહિતની પણ વસૂલાત કરાશે. તેના કારણે વેપારીઓની પરેશાની વધવાની છે. આજ કારણોસર વેપારીઓમાં રોષ ફેલાયો છે. કારણ કે જીએસટીની તમામ સિસ્ટમ ઓનલાઇન હોવા છતાં સામે વાળો વેપારી ટેકસ ભરે છે કે નહીં તેને જોવાની જવાબદારી સરકારને બદલે વેપારીઓ પર ઢોળી દેવામાં આવી છે. જયારે સરકાર દ્વારા જ ટેકસ નહીં ભરનાર સામે તાત્કાલિક કાર્યવાહી કરે તો વેપારીઓની સમસ્યા ઓછી થાય તેમ છે.

માલ ખરીદનાર અને વેચનાર વેપારીઓના જીએસટી નંબર સરકાર પાસે છે. જેથી વેપારી ટેકસ વસુલ્યા બાદ તે નહીં ભરે તો સરકારે તેની સામે કાર્યવાહી કરવી જોઇએ. જયારે વેપારીઓને આઇટીસી આપવીએ બંધારણીય હક્ક છે. છતાં સરકાર જવાબદારીમાંથી છટકવા માંગે તે યોગ્ય નથી. જીએસટીનો કાયદો લાવવામાં આવ્યો ત્યારે પાર્લામેન્ટના ફલોર પરથી ક્રેડિટ વાંધા વગર મળશેની વાત કરવામાં આવી હતી. પરંતુ હાલમાં ૧૭ સાંધાને ૨૦ વાંધા નાંખીને વેપારીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે. જેથી તેમાં સુધારો કરવામાં આવવો જોઇએ.   – પ્રશાંત શાહ, ટેકસ કન્સલટન્ટ

નાણાકીય વર્ષ પૂરું થયાના છ મહિના સુધી વેપારીએ કોઇ પણ ઇનવોઇસના આધારે ક્રેડિટ લેવાનું ભૂલી ગયો હોય તો છ મહિના સુધી તેને ક્રેડિટ આપવામાં આવતી હોય છે. જયારે નવો કાયદો લાગુ થતા વેપારીઓએ ટેકસ ચૂકવી દીધો હોવા છતાં સામેવાળા વેપારી રીટર્ન ભરે અને તે પણ સમયસર તેની ખાસ તકેદારી રાખવી પડશે.નહીં તો વધારાની ક્રેડિટનો લાભ મળી શકશે નહીં. આ કારણોસર વેપારીના નાણા ક્રેડિટ રૂપે જમા હોવા છતાં બીજા વેપારીના રીટર્ન પર બધો આધાર રાખવો પડશે. જે યોગ્ય નહીં હોવાથી તેમાં સુધારો કરવો જોઇએ.   – મુકુંદ ચૌહાણ, સીએ   – સમગ્ર સિસ્ટમમાં સુધારો કરવામાં આવે તો જ વેપારીને રાહત મળે તેવી શકયતા

સરકાર પાસે માલ ખરીદનાર અને વેચનાર બંને વેપારીના જીએસટી નંબર હોય છે. જયારે માલ ખરીદનાર વેપારી ટેકસના નાણાં ચૂકવી દેતો હોય છે પરંતુ માલ વેચનાર વેપારી સમયસર રીટર્ન નહીં ભરે તો સામેવાળા વેપારીને બીજા મહિને ક્રેડિટ મળે તે યોગ્ય નથી. આ માટેની સિસ્ટમમાં સુધારો કરવો જોઇએ. તેના કારણે વેપારીઓને તકલીફ પણ નહીં પડે અને વેપારીઓને રાહત પણ થશે. જયારે કાર્યવાહી કરવાની સત્ત્।ા પણ જીએસટીના અધિકારીઓ પાસે છે. ત્યારે રીટર્ન સમયસર નહીં ભરનારાઓ સામે કડક પગલાં ભરવા જોઇએ. – અતીત શાહ, સીએ.

(10:18 am IST)