Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

કૃષિ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં ખેડૂત મહાપંચાયત : રાકેશ ટિકૈત કરશે સંબોધન:રાજકીય પ્રભાવ પાડવાની શકયતા

ડોક્ટર દર્શન પાલ, યોગેન્દ્ર યાદવ, બલબીરસિંહ રાજેવાલ જેવા અન્ય ખેડૂત નેતાઓ પણ મહાપંચાયતમાં જોડાશે

ખેડૂત નેતા રાકેશ ટિકૈત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે અને ત્યાંની ખેડૂત મહાપંચાયતમાં ભાગ લેશે. જો કે ખેડૂતો દ્વારા એમ કહેવામાં આવી રહ્યું છે કે આ કોઈ રાજકીય પ્રવાસ નથી તેઓ તો માત્ર ત્યાં ખેડૂતોને જાગૃત કરવા જઈ રહ્યા છે, પણ ટૂંક સમયમાં ત્યાં ચૂંટણી છે એટલે આ પ્રવાસના રાજકીય સમીકરણો પર પ્રભાવ પડે તેવી શક્યતા છે

 દિલ્હીની સરહદે બેઠેલા ખેડૂત આંદોલનકારીઓ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલનને વધુ તીવ્ર બનાવવાની વ્યૂહરચના બનાવી રહ્યા છે. આ દરમિયાન સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટિકૈતે વિધાનસભાની ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળની મુલાકાત લેવાની જાહેરાત કરી છે. ટિકૈતે કહ્યું કે તેઓ ચૂંટણીના માત્ર 14 દિવસ પહેલા 13 માર્ચે બંગાળ જશે અને ત્યાં આયોજિત મહાપંચાયતમાં ભાગ લેશે

સંયુક્ત કિસાન મોરચાએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે ચૂંટણી ધરાવતા રાજ્યોના લોકોને અપીલ કરશે કે તેઓ ભાજપને ખેડૂત વિરોધી અને ગરીબ વિરોધી નીતિઓ વિરુદ્ધ પાઠ ભણાવે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડોક્ટર દર્શન પાલ, યોગેન્દ્ર યાદવ, બલબીરસિંહ રાજેવાલ જેવા અન્ય ખેડૂત નેતાઓ પણ 12 માર્ચે આ મહાપંચાયતમાં જોડાશે, જ્યારે ટિકૈત તેને 13 માર્ચે સંબોધન કરશે

પશ્ચિમ બંગાળની ચૂંટણી 8 તબક્કામાં 29 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો - 27 માર્ચ, બીજો તબક્કો - 1 એપ્રિલ, ત્રીજો તબક્કો - 6 એપ્રિલ, ચોથો તબક્કો - 10 એપ્રિલ, પાંચમો તબક્કો - 17 એપ્રિલ, છઠ્ઠા તબક્કા - 22 એપ્રિલ, સાતમો તબક્કો - 26 એપ્રિલ અને આઠમો તબક્કો 29 એપ્રિલ . આ દરમિયાન નિવૃત્ત પોલીસ અધિકારીઓ વિવેક દુબે અને એમ.કે. દાસને ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં 2016 માં 77,413 ચૂંટણી કેન્દ્રો હતા, જ્યારે આ વખતે 1,01,916 ચૂંટણી કેન્દ્રો હશે. પરિણામ 2 મેના રોજ આવશે.

(12:03 am IST)