Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ચૂંટણી દરમિયાન નક્સલીવાદીઓ મોટો હુમલો કરવાની ફિરાકમાં : ગુપ્તચર એજન્સીઓનું એલર્ટ

ટોપ નક્સલી કમાન્ડર હિડમા અને તેના સશસ્ત્ર સાથીઓની છત્તીસગઢના બીજાપુર વિસ્તારમાં મૂવમેંટ

રાયપુર: દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે નક્સલી ફરી કોઇ મોટી હિંસક ઘટના માટે સક્રિય થયા છે ટોપ નક્સલી કમાન્ડર હિડમા અને તેના સશસ્ત્ર સાથીઓની છત્તીસગઢના બીજાપુર વિસ્તારમાં મૂવમેંટ જોવા મળી છે. ત્યારબાદ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત સુરક્ષાબળોને કાઉન્ટર ઓપરેશન માટે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

ગુપ્તચર સૂત્રો મુજબ બિજાપુર જિલ્લાના જંગલોમાં હિડમાનું  લોકેશન ટ્રેસ થયું છે. તેની સાથે લગભગ 120 નક્સલી પણ જંગલોમાં હાજર છે. આધુનિક હથિયારોથી સજ્જા આ લોકો નક્સલી સંગઠન PLGA ની બટાલિયન નંબર 1 સાથે જોડાયેલા છે. આ બટાલિયનના નેતૃત્વમાં હિડમા કરે છે. આટલી મોટી સંખ્યામાં નક્સલીઓની હાજરીને જોતાં ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કરી દીધું છે.

 

બીજી તરફ માઓવાદી નક્સલીઓનું એક બીજું ગ્રુપ પણ બીજાપુરના બીજા વિસ્તારના જંગલોમાં ટ્રેસ થયો છે. નક્સલી કમાંડર ચંદ્રણાના નેતૃત્વવાળા આ ગ્રુપમાં લગભગ 60 થી 80 નક્સલી હાજર છે. તપાસ પાસે આધુનિક હથિયાર છે. તે પણ સુરક્ષાબળો પર હુમલાની ફિરાકમાં છે. 

તમને જણાવી દઇએ કે ટોપ નક્સલી કમાંડર હિડમા પર 25 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. તેને ઘાત લગાવીને સુરક્ષાબળો પર ઘણા મોટા હુમલાને અંજામ આપવામાં આવ્યો છે. છત્તીસગઢના સુકમા જિલ્લામાં માર્ચ 2017માં સુરક્ષાબળો પર થયેલા હુમલામાં તેનો હાથ માનવામાં આવે છે. આ હુમલામાં CRPF ના 25 જવાન શહીદ થઇ ગયા હતા. 

એક અન્ય ઘટનામાં મહારાષ્ટ્ર પોલીસે નક્સલીઓ  વિરૂદ્ધ મોટી સફળતા પ્રાપ્ત કરતાં તેના હથિયાર બનાવવાના અવૈધ કારખાનાને ધ્વસ્ત કરી દીધું. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યું કે નક્સલ પ્રભાવિત ગઢચિરૌલી જિલ્લામાં પોલીસને નક્સલી ગતિવિધિની સૂચના મળી હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર પોલીસે નક્સલીઓ વિરૂદ્ધ 48 કલાકના  Tactical Counter Offence Campaign (TCOC) શરૂ કર્યું. છે

ગૃહમંત્રીએ જણાવ્યું કે ગઢચિરૌલી જિલ્લાના અબૂઝમાડ વિસ્તારમાં નક્સલીઓએ જંગલની અંદર હથિયાર બનાવવાનું અવૈધ કારખાનું બનાવ્યું હતું. ગુપ્તચર એજન્સીઓને સૂચના મળતાં પોલીસે 70 જવાનો અને ઓફિસરોની ટીમે વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું. ઓપરેશન દરમિયાન અવૈધ કારખાનાને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું. અભિયાનમાં એક જવાનના પગમાં ગોળી વાગતાં ઘાયલ થયો હતો.

(12:00 am IST)
  • બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુએ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડ સામેની સેમિફાઇનલમાં પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરીને મેચ જીતી લીધો હતો અને સાથેજ તેણે સ્વિસ ઓપન સુપર 300 ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સિંધુએ જાન્યુઆરીમાં યોનેક્સ થાઇલેન્ડ ઓપનમાં પ્રથમ રાઉન્ડની પોતાની હારનો બદલો લેવા માટે ફક્ત 43 મિનિટમાં ચોથી ક્રમાંકિત બ્લિચફેલ્ડને 22-20, 21-10થી હરાવી હતી. access_time 6:42 pm IST

  • યોગી આદિત્યનાથ સરકાર દુનિયાભરના રામ ભક્તોને એક અનોખી ભેટ આપવા જઈ રહી છે. રામાયણ ના વૈશ્વિક એનસાયકલોપેડિયાની પ્રથમ આવૃત્તિ પ્રકાશન માટે તૈયાર થઈ ગઈ છે. સીએમ યોગી આદિત્યનાથ, જાનકી નવમીના અવસરે આ ઐતિહાસિક આવૃત્તિનું વિમોચન કરશે. access_time 11:11 pm IST

  • સુરતમાં પ્રતિબંધિત સંગઠન સીમીના કેસમાં તમામ ૧૨૭ આરોપીઓ નિર્દોષ જાહેર : ૧૨૭માંથી ૫ આરોપીઓના મોત થઈ ચૂકયા છે : તમામ સામે અનલો-એકટીવીટી હેઠળ કેસ ચાલુ હતો : ૨૧ વર્ષ જૂના કેસમાં કોર્ટ દ્વારા આજે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે : તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે : ૨૦૦૧માં અઠવા પોલીસે કેસ નોંધ્યો હતો access_time 1:13 pm IST