Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

કોમ્યુટર યુગમાં ' કોપી પેસ્ટ ' મોટી સમસ્યા : ચુકાદાઓમાં પણ કટ -કોપી પેસ્ટથી તંગ આવી ગયેલી સુપ્રીમ કોર્ટની નારાજગી

ન્યુદિલ્હી : જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચે હાઈકોર્ટના ચુકાદાઓમાં કટ-કોપી-પેસ્ટ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

ખંડપીઠે કહ્યું કે અનુવાદ મૌલિક  હોવો જોઇએ . તેમાં વિવેકબુદ્ધિનો ઉપયોગ થવો જોઈએ.પરંતુ આડેધડ નકલ કરવામાં આવી રહી છે.
એક અધિકારીના આઈએએસ તરીકે પ્રમોશન અંગેનો મામલો કેટ સમક્ષ આવ્યો હતો. કેટે યુપીએસસીને પ્રમોશન અંગે વિચારણા કરવા જણાવ્યું હતું. ઓરિસ્સા હાઈકોર્ટે કેટના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યો હતો.

જસ્ટિસ શ્રી ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે આ કેસમાં હાઈકોર્ટના આદેશની કોપી-પેસ્ટ કરવામાં આવી છે. કમ્પ્યુટર યુગમાં કોપી-પેસ્ટ એક મોટી સમસ્યા છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ હુકમમાં સ્વતંત્ર અભિપ્રાય હોવો જોઈએ. જ્યારે કોઈ ઓર્ડર પસાર થાય છે, ત્યારે તેમાં  સ્વતંત્ર વિવેકનો ઉપયોગ કરવો આવશ્યક છે.કોપી પેસ્ટ કર્યે રાખવાથી પેજની સંખ્યામાં વધારો થાય છે.  અને મૂળ મુદ્દો બાજુ પર રહી જાય છે.તેથી તેનો જવાબ આપી શકતો નથી.

યુપીએસસીએ હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. હાઈકોર્ટે કેટનો આદેશ માન્ય રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશને નકારી કાઢતા ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)