Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

ઇન્ડિયન અમેરિકન ફાર્માસીસ્ટએ ૪૦ લાખ ડોલરનો ઇન્કમ ટેકસ છૂપાવ્યાની કબૂલાત કરીઃ વધુમાં વધુ ૫ વર્ષની જેલસજા થઇ શકે

ન્યુજર્સીઃ યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત ઇન્ડિયન અમેરિકન ૪૩ વર્ષીય ફાર્માસીસ્ટ અજય બર્થવાલએ ૪૦ લાખ ડોલરની કરચોરી કરી હોવાનો કોર્ટ સમક્ષ એકરાર કરી લીધો છે.

તેના ઉપર ૨૦૦૯ થી ૨૦૧૧ની સાલ દરમિયાન થયેલી આવક ઇન્કમ ટેક્ષ રિપોર્ટમાં છૂપાવવાનો આરોપ હતો. જે તેમણે કબૂલ કરી લેતા વધુમાં વધુ પાંચ વર્ષની જેલસજા થઇ શકે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(8:04 pm IST)