Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

ફુડ સિકયોરિટીની સમસ્યા ૨૦૫૦ સુધીમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે

આવતા ત્રીસ વર્ષમાં વિશ્વના ખેડૂતોએ ૭૦ ટકા કૃષિઉત્પાદન વધારવું પડશેઃ વૈશ્વિક પામ કોન્ફરન્સ

નવી દિલ્હી તા.૬: વિશ્વમાં ફુડ સિકયોરિટીની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે અને ૨૦૫૦ સુધીમાં આ સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરશે એવું મલેશિયાના કુઆલા લમ્પુરમાં વૈશ્વિક પામ ઓઇલ કોન્ફરન્સના પ્રથમ દિવસે યોજાયેલા સેશનમાં ફુડ ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાંતોએ જણાવ્યું હતું. એક તરફ ખેતીલાયક જમીનનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે એની સામે વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે, એમાં મિડલ કલાસ વર્ગ વધી રહ્યો હોવાથી ફુડ આઇટમની માગ સતત વધી રહી છે.

બે દિવસની વૈશ્વિક પામ ઓઇલ કોન્ફરન્સના પ્રથમ દિવસે ફુડ સિકયોરિટી અંગે યોજાયેલા સેશનમાં યુનાઇટેડ પ્લાન્ટેશન કંપનીના ચીફ એકિઝકયુટિવ ઓફિસર કાર્લ બેક નિલ્સને જણાવ્યું હતું કે ૨૦૧૫માં વિશ્વની વસ્તી ૭.૭૮ અબજ હતી, જે ૨૦૧૮માં વધીને ૧૦ અબજે પહોંચશે. દર વર્ષે વિશ્વમાં ૧૫ થી ૧૬ કરોડ લોકો મિડલ કલાસ વર્ગમાં જોડાશે. વિશ્વમાં એગ્રિકલ્ચર લેન્ડનો હિસ્સો હાલ ૩૭ ટકા છે, એગ્રિકલ્ચર લેન્ડનો હિસ્સો સતત ઘટી રહ્યો છે એની સામે કૃષિચીજોની ડિમાન્ડ સતત વધી રહી છે. લો ઇન્કમ ધરાવનારાઓ દરરોજની  ૨૪૦૦ કેલરી ખોરાકમાંથી મેળવે છે એની સામે મિડલ કલાસ રોજની ૩૦૦૦ કેલરી ખોરાકમાંથી મેળવતો હોવાથી મિડલ કલાસ વર્ગ જેમ જેમ વધતો જશે તેમ તેમફુડ આઇટમોની માગ વધતી જશે. હાલ વિશ્વમાં ૮૦ કરોડ લોકો ન્યુટ્રિશ્યન ઓછું મળવાથી વિવિધ રોગોથી પીડાય છેે. ૨૦૫૦ સુધીમાં એટલે કે આવતાં ૩૦ વર્ષમાં વિશ્વના ખેડૂતોએ ૭૦ ટકા કૃષિ ઉત્પાદન વધારવું પડશે તો જ વિશ્વની વસ્તીની ખાદ્ય ચીજોની માગ પૂર થશે.

પામ ઓઇલના સંદર્ભમાં કાર્લ બેક નિલ્સને જણાવ્યું હતું કે મલેશિયા- ઇન્ડોનેશિયા અને એશિયાના નાના-નાના દેશોએ પામનું ઉત્પાદન વધારીને ખાવના તેલની માગ પુરી કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે, પણ હવે પામના ઉત્પાદનનો ગ્રોથ ધીમો પડી રહયો છે અને યુરોપિયન યુનિયન દ્વારા ડિફોરેસ્ટેઝાઇશનની ચળવળ કરીને પામનો વપરાશ ઘટાડવાના જે પ્રયત્નો થયા છે એનાથી ફુડ સિકયોરિટીના અનેક નવા પ્રશ્નો ઊભા થશે. હાલ વિશ્વની કુલ એગ્રિકલ્ચર લેન્ડમાંથી પામની ખેતી માત્ર ૦.૪ ટકામાં થાય છે, પણ વિશ્વમાં ખાદ્ય તેલોના ઉત્પાદનમાં પામતેલનો હિસ્સો ૩૫ ટકા છે, કારણકે પ્રતિ હેકટર પામતેલનું ઉત્પાદન ૪૦૦૦ કિલો છે એની સામે રાયડા તેલનું ૭૭૦ કિલો, સનફલાવર ઓઇલનું ૫૭૦ કિલો અને સોયાબીન તેલનું માત્ર ૪૪૦ કિલો છે. ૧૯૬૦માં પામતેલન ઉત્પાદકતા પ્રતિ હેકટર ૪૦૦૦ કિલો હતી, આજે પણ એટલી જ છે, આમ, પામતેલની ઉત્પાદકતાનો ગ્રોથ હવે અટકી ગયો છે, ઉપરાંત ડિફોરેસ્ટેઝાઇશેનની ચળવળને કારણે પામનો વાવેતરવિસ્તાર પણ વધી શકે તેમ નથી. આ સંજોગોમાં પામતેલના ઉત્પાદનનો ગ્રોથ ઘટતાં ખાદ્ય તેલોની સિકયોરિટીનો પ્રશ્ન પણ વિકટ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. વાસ્તવમાં ડિફોરેસ્ટેઝાઇશનમાં પામનો ક્રમ પાંચમો આવે છે.(૧.૧૯)

(4:00 pm IST)