Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

લંડનના એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર ત્રણ બૉમ્બ મળતા સનસનાટી :પોલીસ તપાસ શરૂ

લંડનના હિથ્રો એરપોર્ટ ,વોટરલૂ સ્ટેશન અને સીટી એરપોર્ટ પર મળ્યા બૉમ્બ :ત્રણ બેગમાં નાના બૉમ્બ મળતા તંત્ર ચોંકયુ

લંડનમાં આતંકવાદી હુમલાની આશંકાને પગલે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે બ્રિટનની આતંકવાદ વિરોધી પોલીસને સૂચના મળી હતી કે હિથ્રો એરપોર્ટ ,વોટરલૂ સ્ટેશન અને સીટી એરપોર્ટ પર બૉમ્બ છે જયારે પોલીસ તપાસ માટે પહોંચી તો ત્રણ નાના નાના બેગ ખોલ્યા તો તેમાં એક ડિવાઇસ હતી અને તેને ખોલતા આગ નીકળી હતી જોકે ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી

   અધિકારીઓનું કહેવું છે કે મેટ પોલીસ કાઉન્ટર ટેરરિઝમ કમાન્ડ ઘટનાને એક બીજસ સાથે જોડીને જોઈ રહી છે એક બેગમાં હિથ્રો એરપોર્ટ પાસે મળી હતી જ્યાં પેકેટ ખોલ્યું ટોપ તેમાં આગ નીકળી હતી સાવચેતીના ભાગરૂપે બાજુની એરક બિલ્ડીંગ ખાલી કરાવાઈ છે અધિકારીઓનું કહેવુંય છે કે બિલ્ડીંગ એરપોર્ટનો હિસ્સો નથી અને તેની ઉડયનો પ્રભાવિત થઇ નથી

  બીજી બેગસીટી એરપોર્ટ પર મળી છે અને ત્રીજી વોટરલૂ સ્ટેશને મેઈલ રૂમમાં મળી હતી રેલવે સ્ટેશન પાસે મળેલ પેકેટને ખોલ્યું નથી હાલમાં સમગ્ર મામલે તપાસ થઇ રહી છે.

(12:00 am IST)