Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

કરણ જોહર બનાવશે 'ઓશો 'ની બાયોપિક :રણવીરસિંહ ભજવશે મુખ્ય ભૂમિકા

મોટા બજેટમાં બનાવી હિન્દી સહીત ઘણી ભાષામાં બનાવી વૈશ્વિક લેવલે રિલીઝ કરાશે :ફિલ્મનું નિર્દેશન ‘કપૂર એન્ડ સન્સ’ના નિર્દેશક શકુન બત્રા કરશે.

 

મુંબઈ :જાણીતા નિર્દેશક કરણ જોહર ઓશો આચાર્ય રજનીશના જીવન પર ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે ફિલ્મ રણવીરસિંહ મુખ્ય ભૂમિકા ભજવશે કરણ જોહરે ધર્મા પ્રોડક્શનની એક ફિલ્મ માટે રણવીરને કાસ્ટ કરી લીધો છે.

  અહેવાલ મુજબ કરણ જોહરઓશોઆચાર્ય રજનીશની બાયૉપિક બનાવશે જેમાં ઓશોની ભૂમિકા માટે તેણે રણવીરને કાસ્ટ કરી લીધો છે ફિલ્મનું નિર્દેશનકપૂર એન્ડ સન્સના નિર્દેશક શકુન બત્રા કરશે.

   ઓશોની બાયૉપિકને મોટા બજેટમાં બનાવવામાં આવશે. ફિલ્મ હિન્દી સહિત ઘણી અન્ય ભાષાઓમાં બનાવી ઈન્ટરનેશનલ લેવલે રિલીઝ કરવામાં આવશે. કરણે અગાઉ રણવીર અને રોહિત શેટ્ટી સાથે ફિલ્મરામ-લખનની રીમેક બનાવવાની ઘોષણા કરી હતી પણ બાદમાં તેના પર કામ થઈ શક્યું નહીં.

    અત્રે ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાં ઓશોને માનનારાઓમાં મહેશ ભટ્ટ અને વિનોદ ભટ્ટ ઉપરાંત ઘણા લોકો રહ્યાં છે. ઓશોએ પોતાના સમગ્ર જીવન દરમિયાન બોલ્ડ શબ્દોમાં રૂઢિવાદી ધર્મોની આલોચના કરી જેને કારણે તેઓ હંમેશા વિવાદમાં રહ્યાં હતા પોતાના જીવનકાળ દરમિયાન તેમને વિવાદાસ્પદ, રહસ્યમયી, ગુરુ અને આધ્યાત્મિક શિક્ષક તરીકે જોવામાં આવ્યા હતા .

1960ના દાયકામાં તેમણે સમગ્ર ભારતમાં સાર્વજનિક વક્તા તરીકે યાત્રા કરી. તેઓ સમાજવાદ, મહાત્મા ગાંધી અને હિન્દુ ધાર્મિક રુઢિવાદના પ્રખર આલોચક રહ્યાં. તેમણે માનવ કામુકતા પ્રત્યે એક વધુ ખુલ્લા અભિગમની તરફેણ કરી હતી.

(11:59 pm IST)