Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

અનિડામાં 17 લોકોના મૃતદેહની અંતિમયાત્રામાં હૈયાફાટ રૂદન

વરરાજાએ હૃદય પર પથ્થર મુકી ત્રણ અરથીઓને કાંધ આપી:કોણ કોને સધિયારો આપે તેવી સ્થિતિ

રાજકોટ-ભાવનગર હાઇવે ઉપરના રંઘોળા પાસે ટ્રક નાલામાં ખાબકતા ૧૭ જેટલા લોકોના મોત નીપજતા અરેરાટી  ફેલાઈ હતી સાંજે અનીડા ગામના ૧૭ લોકોના મૃત દેહની અંતિમ યાત્રા નીકળી ત્યારે સમગ્ર ગામ હૈયાફાટ રુદન કરી રહ્યું હતું.તમામ મૃતકોને તેમના રીતી રીવાજ મુજબ દફન વિધિ કરવામાં આવી હતી. જે માટે તંત્ર દ્વારા અગાઉથી જે.સી.બી દ્વારા તૈયારી કરી લેવામાં આવી હતી અંતિમવિધિમાં ભાગ લેવા આસપાસના ગામોથી લોકો અહીં ઉમટ્યા હતા. કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજર રહ્યા. વરરાજાના માતા-પિતા અને બહેન સહિતના લોકો ગોઝારા અકસ્માતનો ભોગ બન્યા. ગામમાં મંગળફેરા ફરી પાછા ફરેલા વરરાજાએ હૃદય પર પથ્થર મુકી એક સાથે ત્રણ અરથીઓને કાંધ આપવાની કમભાગી ઘડીનો સામનો કરવાનો વારો આવ્યો હતો  ભારે હૈયે અનિડા ગામમાં મૃતકોની અંતિમ વિધિ કરવામાં આવી હતી જે ગામમાં વહેલી સવાર સુધી લગ્નના ગીતો ગવાતા હતા. ત્યાં સાંજ પડતા મરશીયા ગવાતા હતા. કુલ 31 મૃતકોમાંથી અડધોઅડધ મૃતકો અનિડા ગામના રહેવાસી હતા. તેમના મૃતદેહો લવાતા ગામમાં રોકકળ શરૂ થઈ ગઈ હતી. કોણ કોને સધિયારો આપે તેવી સ્થિતિ પેદા થતા ગામજનો નસીબને કોસી રહ્યા હતા.

(11:53 pm IST)