Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

દેશમાં 30 ટકા ડ્રાંઇવિંગ લાયસન્સ નકલી :સરકારે 6,70 કરોડ સ્કેન કર્યા તેમાંથી 16,72 લાખ લાયસન્સ નકલી !!

હવે ડ્રાંઇવિંગ લાયસન્સની પ્રક્રિયાને ડીઝીટલાઇઝ કરવાની સાથે આધાર સાથે પણ જોડાશે

નવી દિલ્હી :દેશમાં 30 ટકા ડ્રાંઇવિંગ લાયસન્સ નકલી હોવાની સંભાવના છે તેવો સંસદ સત્રમાં ખુલાસો કરાયો છે સરકારે 6.70 કરોડ ડ્રાઈવિંગ લાઈસન્સ સ્કેન કર્યા તેમાંથી 16.72 લાખ ડ્રાઈવિંગ લાઈસન્સ ડુપ્લીકેટ થવાની સંભાવના મળી છે દેશમાં 30 ટકા ડ્રાઈવિંગ લાઈસન્સ સંભવિત રૂપથી નકલી છે.

       આ મામલા બાદ હવે સરકારે ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવાની પ્રક્રિયાને ડિઝિટલાઈઝ કરવાની યોજના બનાવી છે.તેમજ લાઈસન્સની નકલ ન કરી શકાય તે માટે તેને આધાર સાથે જોડવામાં આવશે.
  દરમિયાન પીટીઆઈની માહિતી મુજબ નકલી લાઈસન્સના સંબંધમાં રાષ્ટ્રીય ઈન્ફોરમેશન સેન્ટર (NIC)ના એક અહેવાલ પ્રમાણે નકલી લાઈસન્સ બનવાની સંભાવનાઓ ખૂબ છે.તેમ રાજ્યના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં લેખિત જવાબમાં કહી હતી. મનસુખ માંડવિયાએ કહ્યું કે, 5 જાન્યુઆરી 2015 સુધી 6,70,16,815 ડ્રાઈવિંગ લાઈસન્સના રેકોર્ડ હતા. તેમાંથી 16,72,138 ડ્રાઈવિંગ લાઈસન્સ નકલી હોવાની સંભાવના છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આ અહેવાલમાં એમ પણ કહેવાયું છે કે નકલી લાઈસન્સ માટે અલગથી સોફ્ટેવેર બનાવવામાં આવ્યું છે, જે બધા રાજ્યોમાં ઉપસ્થિત છે. તેની મદદથી નકલી લાઈસન્સ બનાવાઈ રહ્યા છે.

     ફેબ્રુઆરી 2018,માં સરકારે આ મામલાને સુપ્રીમ કોર્ટને જાણકારી આપી હતી અને તે પણ સમગ્ર વાત જાણે છે. આ મુદ્દાને લઈને આરટીએચ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરીએ જાણકારી આપી હતી કે NIC સારથી-4 બનાવી રહી છે, જે અંતર્ગત આધારને લાઈસન્સ સાથે જોડવામાં આવશે.તેમજ આ મામલાને ગંભીરતાથી લેતા સરકારે આગળ કાર્યવાહી કરીને જલ્દી જ રાજ્યો સાથે નકલી લાઈસન્સની જાણકારી શેર કરશે.  મોટર વાહન અધિનિયમની જોગવાઈ પર વાત કરતા કહ્યું કે મોટર વાહન અધિનિયમની જોગવાઈનું અમલીકરણ રાજ્ય સરકારની હેઠળ આવે છે. મોટર વાહન અધિનિયમ સંશોધન બિલ 2017ને લોકસભામાં પાસ કરાઈ ચૂક્યું છે જે હાલમાં રાજ્યસભામાં વિચાર બાદ પાસ કરવા માટે મુકવામાં આવ્યું છે.

(9:03 pm IST)