Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

હવે સરકારી નોકરીની વ્યાખ્યા બદલાઈ :વેતન વૃદ્ધિ અને પરફોર્મન્સ આધારિત કામગીરી કોન્ટ્રાકટ પર અથવા આઉટ સોર્સીંગ થવા લાગ્યું

થિંક ટેન્કે સરકારી વહીવટી તંત્ર પરની નિર્ભરતાને ઓછી કરવા જાહેર સેવાઓમાં ખાનગી કંપનીઓને આઉટસોર્સ કરવાનું સૂચવ્યું હતું

હવે સરકારી નોકરીની વ્યાખ્યા બદલાઈ રહી છે મોટા પગાર અને પરફોર્મન્સ આધારિત કામગીરીનું આઉટ સોર્સીંગ અથવા કોન્ટ્રાકટ પર અપાવવા લાગ્યું છે આમ કરવાથી કર્મચારીઓની કરાર આધારિત નિમુણઉક કરીને અથવા આઉટ સોર્સીંગ કરીને પેંશન અને અન્ય નિવૃત્તિ લાભ આપવાથી સરકાર બચી શકે છે આગાઉની તુલનાએ કોઈ પણ ભય વિના લાંબા ગાળાની સુરક્ષા પ્રદાન કરતી સરકારી નોકરીઓ હવે ઘટી રહી છે. રાજ્યો હવે પે કમિશન પુરસ્કારોને કારણે ભારે વેતન વૃદ્ધિ અને પર્ફોર્મન્સ આધારિત ખાસ નોકરીઓ કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓ લેવા અથવા તો નોકરીઓનું આઉટસોર્સિંગ કરવા મજબૂર કરી રહ્યાં છે.

   તાજેતરમાં જ તામિલનાડુ સરકારે એક કમિટીનું ગઠન કર્યું હતું, જેનું કામ એવી બિનજરૂરી જગ્યાઓની ઓળખ કરવાનું છે, જે આઉટસોર્સિંગ કે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નિમણૂક કરી ભરી શકાય. કર્મચારીઓની કરાર આધારિત નિમણૂક કરીને અથવા આઉટસોર્સિંગ કરીને સરકારને લાગે છે કે, તે પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભો બચાવી શકે છે.

    ગયા વર્ષે નીતિ આયોગની થિંક ટેન્કે સરકારી વહીવટી તંત્ર પરની નિર્ભરતાને ઓછી કરવા માટે જાહેર સેવાઓમાં ખાનગી કંપનીઓને આઉટસોર્સ કરવાનું સૂચવ્યું હતું. નીતિ આયોગે ટોચની સરકારી નોકરીઓમાં પ્રાઇવેટ પ્રોફેશનલ્સની સીધી ભરતીની વકાલત કરી હતી, જે હાલ સિવિલ સર્વન્ટ્સમાં હોય છે. અર્થવ્યવસ્થાની વધતી જટીલતાનો અર્થ નીતિનિર્માણની એક ખાસ પ્રવૃત્તિ છે, આથી એ જરૂરી છે કે, પ્રોફેશનલ્સને સીધી ભરતીના માધ્યમથી સરકારી તંત્રમાં સામેલ કરવામાં આવે.

    નીતિ આયોગની ભલામણ બાદ શ્રમ મંત્રાલય દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીને ટોચની સરકારી નોકરીઓમાં નિષ્ણાતોની સીધી ભરતી માટે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આ પ્રસ્તાવ સરકારી વિભાગોમાં જોઇન્ટ સેક્રેટરી, ડિરેક્ટર લેવલે ખાનગી ક્ષેત્રમાંથી 50 નિષ્ણાતોને સામેલ કરવા તૈયાર કરાયો હતો.

   નીતિ આયોગનું કહેવું છે કે, ખાનગી ક્ષેત્રના આવા નિષ્ણાતોને ત્રણ કે પાંચ વર્ષ માટે લાવી શકાય છે. આ સિસ્ટમ સરકારમાં ટોચની પ્રતિભા અને ઊર્જા લાવશે અને મંત્રાલયોને નવી ગતિશીલતા પ્રદાન કરશે.’ સરકારી નોકરીઓમાં કાપનું સરકારોનું વધુ એક કારણ ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવાનું છે, જે સરકારી સુવિધાઓ અને તેના મોનિટરિંગમાં સુધારો કરશે

(9:02 pm IST)