Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

શ્રીદેવીના નિધન પછી અર્જુન કપૂરે પ્રથમ વખત પોતાનું દર્દ વ્‍યક્ત કર્યું

મુંબઇઃ ભારતની સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીના નિધનથી કપૂર ખાનદાન ઉપર ભારે દુઃખ આવી પડ્યું છે. ત્‍યારે કપૂર પરિવારના અર્જુન કપૂરે શ્રીદેવીના મૃત્યુ બાદ પ્રથમ વખત જ પોતાનું દર્દ વ્‍યક્ત કર્યું છે.

શ્રીદેવીના નિધન પછી દરેક મુશ્કેલી સમયમાં અર્જુન કપૂર પરિવારની સાથે દેખાયો. એવું લાગતું હતું કે પરિવારના બાકી સભ્યોની જેમ આ દુઃખની ઘડીમાંથી બહાર નથી આવી શક્યો.

અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર કંઈક એવો કોટ શેર કર્યો છે, જેનાથી સાફ થાય છે કે હજુ પણ શ્રીદેવીના જવાનું તેને પરિવારના અન્ય સભ્યોની માફક ભારોભાર દુઃખ છે.

અર્જુન કપૂરે જે પોસ્ટ શેર કરી છે તેનો મતલબ થાય છે, “તમે બહાદૂર છો કારણ કે જીવન તમને હરાવવા માટે તમામ કોશિશો કરે છે, પણ તમારે દર વખતે દુઃખને ઉપાડવું પડે છે અને જીવનના સફરમાં આગળ વધવાનું હોય છે.” આ કોટની નીચે કેનેડિયન રેપર ડ્રેકનું નામ લખ્યું છે, જેને તણે રીશેર કર્યું છે. આર્જુનના આ કોટથી સ્પષ્ટ થાય છે કે શ્રીદેવીના નિધનથી તેને ભારે દુઃખ થયું છે અને હાલ તે પોતાના પિતા અને પિતરાઈ બહેનો સાથે ઉભો છે.

આપને જણાવી દઈએ કે, બોલિવૂડમાં એવી ચર્ચા હતી કે અર્જુન કપૂરના સંબંધો ક્યારેય પોતાની પિતરાઈ મા એટલે કે શ્રીદેવી સાથે સારા નહોતા. અર્જુન કપૂરે પોતાના ઈન્ટર્વ્યુમાં એક વખત કહ્યું હતું કે શ્રીદેવી તેના પિતાની પત્ની છે અને તે તેમને આ જ નજરે જુએ છે.

આટલું જ નહીં અર્જુન કપૂરે પોતાની પિતરાઈ બહેનો- શ્રીદેવી અને ખુશી સાથે પણ ક્યારેય બન્યું નથી. ખબરો એવી હતી કે પિતરાઈ ભાઈ-બહેનો વચ્ચે કોઈ પ્રકારનું બોન્ડિંગ પણ નથી.

જોકે, પરિવાર પર આવી પડેલી મુશ્કેલ સમયમાં અર્જુન કપૂરે પરિવારનો થોડો ભાર હળવો કર્યો, જે એ દીકરાના ભાગે આવે છે. અર્જુન શ્રીદેવીનું પાર્થિવ શરીર લેવા માટે દુબઈ પણ ગયો હતો અને પિતાના ખભાને સહકાર આપ્યો હતો.

દુબઈથી પાર્થિવ શરીર ભારત લાવવા અને પછી અંતિમ યાત્રા સુધી અર્જુન એક જવાબદાર દીકરાની જેમ પરિવારની સાથે ઉભા રહ્યા હતા. અર્જૂન કપૂર બોની કપૂર અને તેમની પહેલી પત્ની મોના કપૂરનો દીકરો છે. વર્ષ 2012માં અર્જુનની માતા મોનાનું કેન્સરના કારણે નિધન થયું હતું.

(5:14 pm IST)