Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

તાતા મોટર્સમાં મહિલા સ્ટાફનું પ્રમાણ પચીસ ટકા કરવામાં આવશે

નવી દિલ્હી, તા.૬ : દેશની સૌથી મોટી ઓટોમેકર્સ તાતા મોટર્સમાં હાલમાં પપ,૧પ૯ કર્મચારીઓ કામ કરે છે અને એમાં ૧૯ ટકા મહિલા કર્મચારીઓ છે. પણ આગામી પાંચ વર્ષમાં આ પ્રમાણ પચીસ ટકા સુધી લઇ જવામાં આવશે. તાતા મોટર્સમાં મહિલા કર્મચારીઓને પ્રવેશ આપવામાં આવતો નહોતો, પણ ૧૯૭૪માં સુધા મૂર્તિની નિમણૂક જેઆરડી તાતાએ કરી હતી, અને તે પહેલી મહિલા કર્મચારી હતી. સુધા મૂર્તિ ઇન્ફોસિસ કંપનીના સ્થાપક નારાયણ મૂર્તિનાં વાઇફ છે અને એન્જિનિયર બન્યા બાદ તેમણે તાતા મોટર્સમાં અપ્લાય કર્યું ત્યારે જેઆરડી તાતાએ તેમની નિમણૂક કરવામાં આવી હતી. એ પછી તાતા મોટર્સમાં મહિલા કર્મચારીઓની સંખ્યામાં વધારો થતો રહ્યો છે.

(4:03 pm IST)