Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

મુસ્લીમ અને બૌધ્ધ સમાજ વચ્ચે સાંપ્રદાયીક હિંસા ભડકતા શ્રીલંકામાં ૧૦ દિવસ સુધી ઇમરજન્સી લાગુ

કોલંબોઃ શ્રીલંકામાં મુસ્લીમ સમાજ અને બૌધ્ધ સમાજ વચ્ચે થયેલી સાંપ્રદાયીક હિંસાના પગલે શ્રીલંકામાં ૧૦ દિવસ સુધી ઇમરજન્સી લાદી દેવામાં આવી છે.

સરકારના પ્રવક્તાએ જણાવ્યુ કે કેન્ડી જિલ્લામાં બૌદ્ધ અને મુસ્લિમોની વચ્ચે તકરાર થયા બાદ પરિસ્થિતિ બગડી છે. આ ઘટના એટલા માટે ચિંતાજનક થઈ ગઈ છે કેમકે ભારતીય ક્રિકેટ ટીમ આ સમયે શ્રીલંકામાં ત્રિકોણીય સિરીઝ રમવા ગયા છે. ભારત અને શ્રીલંકાની વચ્ચે સીરિઝની પ્રથમ મેચ આજે રાજધાની કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની હતી. જોકે મેચને લઈને અત્યાર સુધી કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી હતી. આ સમયે શ્રીલંકામાં ભારત સિવાય બાંગ્લાદેશની પણ ક્રિકેટ ટીમ હાજર છે. 

સરકારના પ્રવક્તા અનુસાર કેન્ડી જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો છેલ્લા એક વર્ષથી બૌદ્ધને હેરાન કરી રહ્યા હતા, તે તેમની ઉપર ધર્મ બદલવા સુધીનું દબાણ કરી રહ્યા હતા. આરોપ છે કે મુસ્લિમોએ બૌદ્ધોના ધાર્મિક સ્થળોને પણ નુકસાન પહોંચાડ્યુ છે, જે બાદ પરિસ્થિતિ બગડી છે. કેટલાક બૌદ્ધોએ મ્યાનમારથી આવેલા રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓ વિરુદ્ધ પ્રદર્શન પણ કર્યું હતુ. 

મુસ્લિમો બૌદ્ધોને હેરાન કરી રહ્યા હતા - ફેસબુક દ્વારા હિંસાની આગ ફેલાવ્યા બાદ સરકારે કેન્ડીમાં વધારે સંખ્યામાં સુરક્ષાદળોને તૈનાત કરી દીધા છે. સાથે જ હિંસાને રોકવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે 10 દિવસો માટે ઈમરજન્સી લાગુ કરી દીધી છે. 

શ્રીલંકામાં હાજર છે ભારત અને બાંગ્લાદેશની ટીમ 

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, સુરેશ રૈના, મનીષ પાંડે, દિનેશ કાર્તિક (વિકેટકીપર), દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, વિજય શંકર, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનાદકટ, મોહમ્મદ સિરાજ અને રિષભ પંત (વિકેટકીપર). 

બાંગ્લાદેશ: મહમૂદુલ્લાહ ( કેપ્ટન), લિટન દાસ, તમિમ ઈકબાલ, સૌમ્ય સરકાર મુશ્ફિકર રહીમ, સબ્બીર રહેમાન, મુસ્તફિજુર રહેમાન, રૂબેલ હુસૈન, અબુ જાવેદ, તાસ્કિન અહેમદ, ઈમરૂલ કાયેસ, નુરૂલ હસન, મેહદી હસન, અરિફુલ હક, નજમુલ ઈસ્લામ, અબુ હિદર રૉની.

(6:57 pm IST)