Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

દિગ્ગજ ફિલ્‍મ સ્ટારો સાથે કામ કરનાર બોલિવૂડના ‘શમ્મી આન્ટી’નું નિધનઃ ૨૦૦થી વધુ ફિલ્મમાં અભિનય કરી ચાહકોના દિલ જીતી લીધા હતા

મુંબઇઃ વિતેલા જમાનની અનેક સુપરહિટ ફિલ્‍મો તથા ટીવીમાં અભિનયના ઓજસ પાથરનાર અને બોલિવૂડમાં શમ્મી આન્ટીના હુલામણા નામે પ્રખ્યાત થનાર નરગિસ રબાડીનું લાંબી માંદગી બાદ નિધન થયું છે.

1931માં મુંબઈમાં જન્મેલા શમ્મી આન્ટીનું અસલ નામ નરગિસ રબાડી હતું. તેમણે 200થી વધારે હિન્દી ફિલ્મોમાં અલગ અલગ રોલ કર્યા છે.

શમ્મી આન્ટીએ ફિલ્મોની સાથે સાથે ટીવીમાં પણ કામ કર્યું છે. તેમણે શરુઆતમાં પેકેજિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કર્યુ હતું. ફેમિલી ફ્રેન્ડની મદદથી તેમને ફિલ્મોમાં કામ કરવાની તક મળી. ઈન્ડસ્ટ્રીમાં લાંબો સમય સુધી કામ કરવા બાબતે કહે છે કે, મેં વધારે પડતી મહાત્વાકાંક્ષા ક્યારેય નથી રાખી. બસ જે કામ મળ્યું તે કરતી ગઈ.

એક ઈન્ટર્વ્યુમાં તેમણે કહ્યુ હતું કે, નરગિસજી તે સમયે એક મોટી સ્ટાર હતી, માટે ફિલ્મ ડિરેક્ટર તારા હરીશે મને નવું નામશમ્મી આન્ટીઆપ્યું. આ ફિલ્મમલ્હારમાં મારા કેરેક્ટરનું નામ હતું. ઉલ્લેખનીય છે કે શમ્મી આન્ટીએ અનેક મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે.

(4:54 pm IST)