Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

રાજયસભામાં મહારાષ્ટ્રની ત્રણ બેઠકમાંથી એક ગુજરાતી લીડર શાઇના એનસીને મળવાની શકયતા

મુંબઇ તા.૬ : ર૩ માર્ચ થનારી રાજયસભાની ચુંટણીમાં મહારાષ્ટ્રમાં બીજેપીના કવોટાની ત્રણ બેઠકમાંથીએક બેઠક ગુજરાતી નેતા સશાઇના એનસીને આપવામાં આવે એવીશકયતા નિર્માણ થઇ હોવાથી ગુજરાતીઓમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહયું છે. રાજયસભાની પ૮ બેઠકો ખાલી પડી છે અને એમાં મહારાષ્ટ્રમાં છ બેઠક માટે ર૩ માર્ચે મતદાન થવાનું છે. બીજેપીના કવોટામાંથી ત્રણ સભ્યો ચુંટાઇ શકે એવી શકયતા છે. આ ત્રણમાંથીએક બેઠક લાંબા સમયથી બીજેપીમાં સક્રિય રીત પ્રવકતાનું કામ સંભાળી રહેલાં શાઇના એનસીને આપવામાં આવે એવી શકયતા છે. બીજી બે બેઠકો માટે પ્રકાશ જાવડેકર અને નારાયણ રાણેના નામ બોલાઇ રહયા હતાં પરંતુ હવે નારાયણ રાણેએ અનિચ્છા બતાવી હોવાથી અન્ય એક કેન્દ્રિય પ્રધાનધર્મેન્દ્ર પ્રધાનનું નામ બોલાઇ રહયું છે.

મુંબઇના ભુતપુર્વ શેરીફ નાના ચુડાસમાનાં પુત્રી હોવા ઉપરાંત શાઇના એનસી સારા ફેશન ડીઝાઇનર છે અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તેમના સારા સંપર્ક છે. અત્યારે તેઓ બીજેપીના રાષ્ટ્રીય પ્રવકતા તરીકે પ્રભાવશાળી કામ કરી રહયા છે. ર૦૧૪માં તેમણે બીજેપીની જીત માટેકમર કસીને મહેનત કરી હતી અને એનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીની બેઠકમાં કર્યો હતો. ર૦૧૬માં જ તેમને રાજયસભાનીબેઠક આપવાની હતી,પરંતુ પાર્ટીએ કેટલીક સમજૂતીઓ પાર પાડવા માટે ત્યારે તેમને રાહ જોવા જણાવ્યું હતું ત્યારબાદ રામદાસ આઠવલેને સમાવવા માટે તેમને ફરી રાહ જોવાનું કહેવામાં આવ્યું હતુ. આ વખતે શાઇના એનસીને રાજયસભામાં મોકલીને મુંબઇના ગુજરાતીઓને વિશ્વાસમાં લેવાનો બીજેપીનો વિચાર હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

(12:30 pm IST)