Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

INX મીડીયા કેસ : તપાસનો રેલો ચિદમ્બરમની નજીક પહોંચ્યો

કાર્તિ ચિદમ્બરમ કેસમાં એફઆઈપીબીના પૂર્વ સભ્યો - નાણા મંત્રાલયના ઓફીસરોની થશે પૂછપરછ

નવી દિલ્હી, તા. ૬ : INX મીડિયામાં વિદેશી રોકાણની મંજૂરી આપવાની બાબતમાં કાર્તિ ચિદમ્બરમથી મિલીભગતના આરોપ પર એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઇડી), ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (એફઆઇપીબી)ના પૂર્વ સભ્યો પાસેથી પૂછપરચ્છ કરશે. આ પગલાંથી તપાસ યુપીએ સરકાર દરમ્યાન નાણાં મંત્રાલયના કામકાજની નજીક પહોંચી ગયા છે. એફઆઇપીબીને કથિત રીતે પ્રભાવિત કરવાના આરોપમાં કાર્તિ પાસેથી બજુ ન્યાયિક કસ્ટડીમાં પૂછપરચ્છ ચાલી રહી છે. એફઆઇપીબીને ગયા વર્ષે ભંગ કરી દેવાઇ હતી. આર્થિક બાબતોના વિભાગના સચિવ તેના પ્રમુખ રહેતા હતા. એફઆઇપીબીમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશન (ડીઆઈપીપી), વાણિજય અને વિદેશ મંત્રાલયોનું પણ પ્રતિનિધિત્વ રહેતું હતું.

કાર્તિની વિરૂદ્ઘ ચાલી રહેલ તપાસથી વાકેફ અધિકારીઓએ જણાવ્યું કે અડધો ડઝન અધિકારીઓને નોટિસ મોકલવામાં આવી છે, જે તે સમયે એફઆઇપીબી સાથે જોડાયેલા હતા જયારે ત્ફહ્ર મીડિયામાં વિદેશી રોકાણને મંજૂરી મળી હતી. એક અધિકારીએ કહ્યું કે તપાસ એજન્સીઓએ ઇન્દ્રાણી અને પીટર મુખર્જીની કંપની ત્ફહ્ર મીડિયાને મળેલ FIPBની મંજૂરીની બારીકાઇથી તપાસ કર્યા બાદ નોટિસ રજૂ કરી છે.

આની પહેલાં કાર્તિના વકીલોએ કહ્યું હતું કે એજન્સીઓ જ્ત્ભ્ગ્દ્ગક્ન અધિકારીઓથી પૂછપરચ્છ કરી રહી નથી, જયારે જ્ત્ય્જ્રાક્નત્ન અજ્ઞાત એફઆઇપીબી મેમ્બર્સ અને નાણાં મંત્રાલયના અધિકારીઓનો ઉલ્લેખ કરાયો છે. આથી ઇડીનું આ પગલું ખૂબ જ અગત્યનું છે. તપાસ એજન્સીઓ જણાવ્યું નથી કે કયા અધિકારીઓને નોટિસ મોકલવામાં આવી છે. એક મોટા અધિકારીએ કહ્યું કે સંબંધિત એફઆઇપીબી અપ્રૂવલની તપાસ બાદ નોટિસ રજૂ કરાઇ છે. આ સિવાય કાર્તિના માલિકાના હકવાળી ચાર કંપનીઓને લાંચ આપવાના મામલામાં પણ તપાસ ચાલી રહી છે.

એક અધિકારીએ કહ્યું કે એક કેસ નોંધાયો છે જયારે ચારમાં હજુ તપાસ ચાલી રહી છે. ઇડીએ જે ચાર કંપ્લેન મોકલી છે, તેમાં સીબીઆઈ જો કોઇમાં કેસ નોંધાવે છે તો અમારી તરફથી જરૂકી કાર્યવાહી શરૂ કરાશે. તપાસ એજન્સીઓ લાંચ લેવાના પુરાવા પણ શોધી રહી છે. તેમનું કહેવું છે કે આનાથી કથિત રીતે એ કંપનીઓ અંગે માહિતી મળી શકે છે, જેને કાર્તિ અને તેમના સંપર્કના લીધે ફાયદો થયો હતો.

તત્કાલીન નાણાં મંત્રી પી.ચિદમ્બરમનું નામ સીબીઆઈની એફઆઇઆરમાં નહીં પરંતુ તપાસ એજન્સીએ કહ્યું કે નાણાં મંત્રાલયના અધિકારીઓએ ત્યારે વિદેશી રોકાણના પ્રસ્તાવને મંજૂરી આપવામાં પક્ષપાત કર્યો હતો. એડવાન્ટેજ સ્ટ્રેટેજિક કન્સલટિંગ પ્રાઇવેટ લિમિટેડના ચાર 'માલિકો'ને પણ કેટલાંક પેમેન્ટસ અંગે પૂછવામાં આવી શકે છે. તપાસ એજન્સીઓને શંકા છે કે આ પૈસા એફઆઇપીબી કિલયરન્સને મેનેજ કરવા માટે કાર્તિને આપવામાં આવ્યા હતા. આ બધાની વચ્ચે મંગળવારના રોજ સીબીઆઈ કાર્તિની કસ્ટડીનો સમય વધારવા માંગણી કરી શકે છે.

(11:37 am IST)