Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

છત્તીસગઢમાં પોલીસે બકરીનું પોસ્ટમોર્ટમ કરાવ્યું

રાંચી તા. ૬: કોઇ એમ કહે કે મરેલી બકરીનું પોસ્ટમોર્ટમ કર્યા પછી એને મારનારની સામે કાર્યવાહી કરવામાં આવશે તો એ થોડું અજુગતું લાગે. એવું છે કેને? જોકે છત્તીસગઢના કોરિયા જિલ્લામાં આવું જ થયું છ ે. વાત એમ છે કે મનેન્દ્રગઢ થાણામાં એક કેસ આવ્યો છે. એક બકરી બીજા કોઇ ખેડૂતના ખેતરમાં જઇને અવારનવાર ઉભો પાક ચરી આવતી હતી. કહેવાય છે કે એનાથી નારાજ થયેલા ખેડુતે તીરકામઠાથી બકરીને મારી નાખી. ગુસ્સે ભરાયેલા ખેડુતે રવિવારે આ બકરીને પોતાના ખેતરમાં જોતાં જ તરીથી વીંધી નાખી. બકરીના માલિક ફુલ સિંહે આ મામલે ફરિયાદ નોંધાવી છે. તે ગાય અનએ બકરીને લઇને ઘરે પાણી પીવા આવ્યો હતો અને એવામાં બકરી દોડીને રામચરણ નામના ખેડુતના ખેતરમાં ગઇ અને જતાંની સાથે જ તેને તીરથી વીંધી નાખવામાં આવી. હવે મામલો એ છે કે બકરીએ ખરેખર ખેતરમાંથી કંઇ ખાધું હતું કે નહીં એ કોઇ કહી શકે એમ નથી. એટલે આ કેસની પુષ્ટિ કરવા માટે બકરીનું પોસ્ટમોર્ટર નજીકના પશુ-ચિકિત્સાલયમાં કરાવવામાં આવી રહ્યું છે. એના રિપોર્ટને આધારે કાર્યવાહી શું કરવી એ છત્તીસગઢ પોલીસ નકકી કરશે.

(11:29 am IST)