Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

મમતા બેનરજીનો ધડાકો :પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તોફાનો કરાવશે : રામ નવમી ઉપર કોમી દંગલ કરાવે તેવી પૂરી સંભાવના

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર ધાર્મિક જગ્યાઓ ઉપર ગુપ્ત રૂપથી માંસ ફેંકી કોમી તોફાનો કરાવવાના પ્રયાસો કરશે તેવો સનસનીખેજ આરોપ મૂક્યો છે

મમતાએ પોલીસને માટેના દોષિત લોકોને પકડવા પ્રત્યેક ક્ષેત્રમાં સામુદાયિક વિકાસ સમિતિઓની રચના કરવાનો આગ્રહ કર્યો છે અને બારામાં સ્થાનિક લોકો દ્વારા ઘટનાઓ ઉપર નજર રાખવા માટે સાથે મળીને આગળ વધવા અનુરોધ કર્યો છે

અધિકારીઓની એક બેઠકને સંબોધતા મમતા બેનરજીએ કહેલ કે લોકોએ હાલના સમયમાં નવી સાજિશ શરૂ કરી છે. લોકો કેટલાક લોકોને પૈસા આપે છે અને તેમને મંદિર અને મસ્જિદમાં માંસ ફેંકવા માટે કહી રહ્યા છે.

એક કૌભાંડ છે, ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઇરાદાપૂર્વક કોમી તોફાનો ફેલાવવાના પ્રયાસ છે

પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રીએ કહ્યું કે લોકો બે સમુદાયો વચ્ચે દંગા કરાવવા માટે આવું કરી રહ્યા છે.મને ખાત્રી છે કે લોકો, રામનવમી ઉપર આવા પ્રકારની ટ્રિક અજમાવવાની કોશિશ કરશે.

મારા માટે જોવાની જરૂરત નથી કે કોણ હિન્દુ છે અને કોણ મુસલમાન. હું બધાના પક્ષમાં છું. એક અપરાધી, એક અપરાધી છે

બેનર્જીએ કહ્યું કે તેણે તમામ પોલીસ સ્ટેશનોના ઓફિસરોને સતર્ક રહેવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે અમે આવી ઘટનાઓ ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં ઓછા સમયમાં બે જગ્યાએ જોઈ છે. હાવરામા ભાજપ અને આરએસએસના લોકો મામલામાં ગિરફતાર થયા છે એટલે હું તેમના નામ લઇ રહી છું. તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ મામલામાં ગિરફતાર થયા હોત તો હું તેમના પણ નામ લેત.

મમતા બેનર્જીએ કહ્યું કે આના ઉપર નજર રાખવા માટે સ્થાનિક લોકોને જોડવા જોઈએ. જો કોઈ આવા અપરાધીઓને પકડશે તો તેને એક હજાર રૂપિયાનું ઇનામ અપાશે અને જો સફળતા પુર્વક આવા અપરાધીઓને પકડાવવામાં આવશે તો હું કેટલાંકને નોકરી પણ આપીશ અને કેટલાકને ધનરાશિ પણ આપીશ.

(12:00 am IST)