Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

મેઘાલયમાં ભાજપને દગો કરીને સતા આંચકી રૂપિયાનો ઉપયોગ કરીને તકનો લાભ ઉઠાવ્યો

મણિપુર અને ગોવાની જેમ મેઘાલયમાં પણ જનાદેશનું અપમાન : રાહુલ ગાંધીના પ્રહાર

 

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મેઘાલયમાં ભાજપને દગો કરીને સતા આંચકી હોવાનો આરોપ લગાવતા કહ્યું કે ભાજપા રૂપિયાનો બેફામ ઉપયોગ કરીને તકનો લાભ લઈ ગઠબંધન બનાવવામાં સફળ રહી છે

   રાહુલ ગાંધીએ નોર્થ ઈસ્ટમાં મેળલી હારનેજનતાનો નિર્ણયમાની લીધી છે રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા લખ્યું કે, ‘માત્ર 2 બેઠકો સાથે બીજેપી મેઘાલયમાં પોતાની સરકાર બનાવવામાં સફળ રહી. મણિપુર અને ગોવાની જેમ, મેઘાલયમાં પણ જનાદેશનું અપમાન થયું. સત્તાની લાલચ માટે બીજેપી મોટા પ્રમાણમાં પૈસાનો ઉપયોગ કરી તકનો લાભ લઈ ગઠબંધન બનાવવામાં સફળ રહી

     અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે થયેલી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં જબરદસ્ત બહુમત મેળવ્યો હતો, જ્યારે ગોવા અને મણિપુરમાં તે ભાજપ કોંગ્રેસથી પાછળ હતું. ગોવામાં બીજેપીને 13 બેઠકો મળી જ્યારે કોંગ્રેસને 17 બેઠકો મળી હતી. જ્યારે મણિપુરમાં કોંગ્રેસને 28 અને બીજેપીને 21 બેઠકો મળી. જે પાર્ટીને વધારે બેઠકો મળે, તેને સરકાર બનાવવાનો હક હોય છે. જો તે પાર્ટી બહુમત સાબિત કરી શકે તો બીજી પાર્ટીને બહુમત સાબિત કરવાની તક મળે છે. પરંતુ ગોવા, મણિપુરમાં બીજેપી પાસે ઓછી બેઠકો હોવા છતાં તેની સરકાર બની.

   પહેલા મેઘાલયમાં કોંગ્રેસની સરકાર હતી. વખતે વિધાનસભાની ચૂંટણીમાં મેઘાલયમાં કોંગ્રેસને વધારે બેઠકો મળી, તેમ છતાં તેઓ સરકાર બનાવી શકી નહીં.

(12:00 am IST)