Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

અગરતલામાં ભાજપનો મેગા રોડ શો: ત્રિપુરાની ચૂંટણીના પડઘમ વાગવા શરૂ થયા: કોંગ્રેસ અને સામ્યવાદીઓ ઉપર અમિતભાઈના આકરા પ્રહારો

ત્રિપુરામાં ગૃહમંત્રી અમિતભાઈ શાહનો મેગા રોડ શો: લોકોને કહ્યું કે ડાબેરી મોરચો અને કોંગ્રેસ ભ્રષ્ટાચારમાં સામેલ: અમિતભાઈએ દાવો કર્યો હતો કે આદિવાસી પાર્ટી 'ટીપ્રા મોથા'ને કોંગ્રેસ અને સીપીઆઈ(એમ) સાથે "ગુપ્ત સમજુતી" છે. ત્રણેય પક્ષો "મૂળ નિવાસીઓને ગેરમાર્ગે દોરીને" ત્રિપુરામાં ડાબેરી શાસન પાછું લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ટીપ્રા મોથા ૬૦માંથી ૪૨ બેઠકો પર ચૂંટણી લડશે. અગાઉના રાજવી પ્રદ્યોત માણિક્ય દેબબર્માની આગેવાની હેઠળની પાર્ટી ટીપ્રા મોથાએ પણ અલગ રાજ્ય 'ગ્રેટર ટિપ્પરલેન્ડ'ની માંગને ટેકો આપતા કોઈપણ પક્ષ સાથે ચૂંટણી પછીના જોડાણને નકારી કાઢ્યું નથી. ત્રિપુરામાં લગભગ ૨૦ આદિવાસી પ્રભુત્વવાળી બેઠકો છે જેમની પાસે સત્તાની ચાવી છે.

   
 
(11:23 pm IST)