Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

છપરામાં ટોળાએ ત્રણ જણાને મારતાં એકનું મોત

બિહારના છપરામાં મોબ લિચિંગની ઘટના : પોલીસે આદેશ જારી કરીને માંઝીમાં કલમ ૧૪૪ લાગુ કરી

પટના, તા.૬ : બિહારના છપરામાં ૩ વ્યક્તિઓ સાથે મારપીટ કરવામાં આવી હતી જેમાં એકનું મોત નીપજ્યુ હતુ. આ મામલે બિહાર પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે. રવિવારે જ પટના પોલીસે આદેશ જારી કરીને માંઝી વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે. જેનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. 

સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે જિલ્લા પોલીસ સિવાય બહારના જિલ્લામાંથી બીએએસપી અને એસટીએફ વગેરે દળ મંગાવીને મોટી સંખ્યામાં માંઝી વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે.  ત્રણેય યુવકની મારપીટનો વીડિયો વાયરલ થયા બાદ લોકો રોષે ભરાયા છે. રોષે ભરાયેલા લોકોએ રવિવારે આરોપીના પોલ્ટ્રી ફાર્મને આગચંપી કરી હતી તેમજ આરોપીના ઘરમાં પણ આગ લગાવી દીધી હતી. આ સિવાય ૩ અન્ય ઘરોને આગચંપી કરી હતી. વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યુ હતુ.

રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો જેમાં એક મહિલા અને એક પુરુષ પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયા હતા. હોબાળો લગભગ ૩ કલાક સુધી ચાલ્યો હતો.

(8:09 pm IST)