Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

એકસમાન દેખાતી ત્રણ બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કર્યાં

ગોસ્‍પેલ મ્‍યુઝિકમાં કારકિર્દી ધરાવનાર કેટ, ઈવ અને મૅરી નામની આ ત્રણે બહેનોએ કેન્‍યામાં સ્‍ટીવો નામના વ્‍યક્‍તિ સાથે લગ્ન કર્યાં છે

કેન્‍યા,તા.૬ : આજના જમાનામાં બહુપત્‍નીત્‍વ કોઈ નવી વાત નથી, પરંતુ ત્રણ બહેનો એક જ પુરુષ સાથે લગ્ન કરે એ ચોક્કસ વિચિત્ર છે. કેન્‍યામાં થયેલા એક વિચિત્ર બનાવમાં એકસરખી દેખાતી ત્રણ બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કર્યાં હતાં.

ગોસ્‍પેલ મ્‍યુઝિકમાં કારકિર્દી ધરાવનાર કેટ, ઈવ અને મૅરી નામની આ ત્રણે બહેનોએ કેન્‍યામાં સ્‍ટીવો નામના વ્‍યક્‍તિ સાથે લગ્ન કર્યાં છે. આ અસામાન્‍ય સંબંધની શરૂઆત કેટ અને સ્‍ટીવો મળ્‍યા બાદથી શરૂ થઈ હતી. કેટને મળ્‍યા બાદ તે તેની બંને બહેનોને પણ મળ્‍યો હતો. ત્રણે બહેનોને મળ્‍યા બાદ સ્‍ટીવોએ પોતાની લાગણીને વાચા આપી કહ્યું હતું કે તેને એમ લાગી રહ્યું છે કે તે એક મહિલા માટે નથી બન્‍યો, તેણે ત્રણે બહેનો સાથે લગ્ન કરવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરી હતી.

 જન્‍મથી જ બહુપત્‍નીત્‍વ હોવાનો દાવો કરતાં સ્‍ટીવોએ કહ્યું હતું કે ત્રણ બહેનોને સમાન માન અને હક આપી સંભાળવી તેના માટે મોટી વાત નથી. સ્‍ટીવોએ તેનું કડક ટાઇમટેબલ સમજાવતાં કહ્યું હતું કે તે સોમવાર મૅરી માટે, મંગળવાર કેટ માટે અને બુધવાર ઈવ માટે ફાળવશે. જોકે તેના આ ટાઇમટેબલ સામે ત્રણે બહેનોએ સ્‍પષ્ટતા કરતાં કહ્યું હતું કે તેમના પરિવારમાં હવે અન્‍ય કોઈસ્ત્રીને પ્રવેશ નહીં કરવા દે.

(4:08 pm IST)